પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
મંદિરમાં : ૫૫
 

મંદિરમાં ૫૫

‘ઠીક ચાલ.’ ઉત્તુંગે કહ્યું અને આગળ ડગલું ભર્યું. ક્ષમા તેની પાછળ ચાલી. ઓરડામાંથી મોટા ચોકમાં પ્રવેશ કરી આગળ જવાનું હતું. ચોકની આસપાસ રહેવાના ઓરડાઓની વ્યવસ્થિત રચના થયેલી ક્ષમાએ જોઈ. બીજા ઓરડામાંથી પણ સ્ત્રીપુરુષ બહાર નીકળી ઉત્તુંગ જતો હતો તે જ માર્ગે જતાં હતાં. ક્ષમાએ આછા અંધકારમાં ઉત્તુંગનો હાથ ઝાલ્યો. ‘ભય લાગે છે ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘થોડો પણ તું સાથે છે ને ?’ ક્ષમાએ કહ્યું. ક્ષમા અને ઉત્તુંગ ચોકના પ્રવેશદ્વારથી આગળ નીકળ્યાં. આછા અંધકારમાં પણ મોટા ચોખ્ખા રસ્તાની સામે આવેલું એક ઉઘાનવેષ્ટિત મંદિર તેમની નજરે પડ્યું. મંદિરની સામે અને આખા મંદિર ઉપર દીપમાળની સજાવટ થઈ ગઈ હતી. પૂરો અંધકાર જામ્યો ન હતો એટલે દવા હજી પૂરી ભભક આપતા ન હતા. છતાં ઝાંખા પ્રકાશમાં પણ ઉદ્યાન અને મંદિર બહુ સુંદર દૃશ્ય ખડું કરતાં હતાં. ચારે પાસથી લોકો મંદિર તરફ આવતાં હતાં. સ્ત્રીપુરુષ વૃદ્ધ, યુવાન, બાળક સહુ એ મંદિર તરફ ગતિ કરતાં દેખાયાં. ઉત્તુંગ તરફ સહુ માનસહ નિહાળતાં હતાં. પરંતુ ક્ષમાને નિહાળી તેની તરફ વધારે ધ્યાનપૂર્વક જોતાં હતાં. ક્ષમાને લાગ્યું કે કાળા ચીબા લોકોની વચ્ચે પોતે રૂપસુંદરી છે; સહુનું ધ્યાન ખેંચવાનો તેનો જ જન્મસિદ્ધ હક છે. જોનાર જરૂર તેનાથી ઝંખવાઈ જવાં જોઈએ. ઉદ્યાનમાં થઈ બંને જણ મંદિરમાં આવી પહોંચ્યાં. સ્થળ પાસે જ હતું એટલે વધારે વાર થવાનો સંભવ ન હતો. મંદિરના ઓટલા પાસે આવતાં ઉત્તુંગે કહ્યું : ‘તું અહીં ઊભી રહે.’ ‘કેમ ?’ ક્ષમાએ પૂછ્યું. ‘તારાથી અંદર નહિ જવાય.’ ‘શા માટે ન જવાય ?’ ‘મેં તને કહ્યું જ હતું કે તું અમારા ધર્મની દીક્ષા ન લે ત્યાં સુધી તારાથી અંદર અવાય જ નહિ.' ‘કારણ ?’ ‘એવો નિયમ છે.’ ‘નિયમને બાજુએ ન મુકાય ?’