પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬ : ક્ષિતિજ
 

પઃ શિતિજ ‘ના. હું દર્શન કરી આવું.' ઉત્તુંગ ક્ષમાને મૂકી દેવાલયને પગથિયે ચઢ્યો. મંદિરમાં ભીડ હ ઘંટનાદ અને શંખનાદ ચાલુ જ હતા. એક નોબત પણ ગડગડતી હતી. ઉત્તુંગે માર્ગ મેળવી પશુપતિનાં દર્શન કર્યાં. દર્શન કરી ધ્યાન ધરવા જેવી. તેણે આંખો મીંચી તેવો જ તેને ખભે કોઈનો હાથ પડ્યો, અને તેને કાને અવાજ અથડાયો : ‘ઉત્તુંગ ! પેલી રોમન સ્ત્રીથી સંભાળજે.’ ઉત્તુંગે એકદમ આંખ ઉઘાડી. તેને ખભે કોઈનો હાથ ન હતો. તેની આસપાસ ભાવિક સ્ત્રીપુરુષો શિવનાં દર્શનમાં તલ્લીન હતાં. કોઈ ઉગ તરફ વિશેષ ધ્યાન આપતું ન હતું. કોણે ચેતવણી આપી ? સાક્ષાત્ શિવે ? ઉત્તુંગના હૃદયમાં પ્રશ્ન ઊઠ્યો. પરંતુ શિવ તો જળાધારીમાં વિરાજ્યા હતા. એ કડક દેવ આવી સરળ સૂચના આપે ખરા ભય પમાડીને, ઊંઘમાંથી જાગૃત કરીને, ભયંકર સાદી ઢબ મહાદેવને શોભે ખરી ? ઉત્તુંગે ફરી આંખો મીંચી. આરતીના ઘોંઘાટમાં ફરી તેણે ચેતવણી સાંભળી : ‘સંભાળજે. ફરી કહું છું.’ / / ઉત્તુંગે પાછળ જોયું. આંખ મીંચી દેવનું ધ્યાન ધરતો એક નવો જ પુરુષ તેના જોવામાં આવ્યો. તેના મુખનો અર્ધ આકાર તે દેખી શકતો હતો અને તેમાંયે વચમાં આવતાં માનવ ટોળાં તેને વારંવાર ઢાંકતાં હતાં. નાગ સંસ્થાનનો તે રહીશ ન હતો. ઉત્તુંગ પોતાના રાજ્યનાં - પોતાના ગામનાં - પોતાના સંઘનાં એકેએક સ્ત્રીપુરુષને ઓળખતો હતો. આ પુરુષ નવો હતો... છતાં પરિચિત લાગતો હતો. શાથી ? તેને કોણે મંદિરમાં દાખલ કર્યો ? શું તે દીક્ષિત હતો ? શિવને સ્થાને એ પુરુષનું ધ્યાન ઉત્તુંગે શરૂ કર્યું. ઊંચો, મજબૂત, આછો ગોરો - ઉત્તુંગના પ્રમાણમાં ચોખ્ખા આર્ય ચહેરાનો એ પુરુષ ક્યાંથી આ સ્થળે આવ્યો હતો ? શા માટે આવ્યો હતો ? સેનાપતિ ઉત્તુંગ પાસે સર્વને પૂછવાની સત્તા હતી. માનવમેદનીમાં એ પુરુષને પકડી પ્રશ્ન પૂછવો એ કેમ એવો વિચાર કરતા ઉત્તુંગે સહજ પાછા ખસી તે પુરુષની હારમાં આવી જઈ તેના તરફ સહજ દૃષ્ટિ કરી તેને પૂછ્યું : ‘કોની આજ્ઞાથી અહીં પ્રવેશ કર્યો ?’

તે પુરુષે ધ્યાનમાંથી જાગૃત થઈ ઉત્તુંગ તરફ દૃષ્ટિ કર્યા વગર કહ્યું ‘મારું નામ સુબાહુ.”