પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬ : ક્ષિતિજ
 


ક્ષમાએ આંખ ઉઘાડી નાખી. તેની ધારણા પ્રમાણે જ તેને હાથ મૂકી મુગ્ધ બનેલો ઉત્તુંગ તેના તરફ તરસી આંખે જોઈ રહ્યો હતો. ક્ષમાની આંખ ઊઘડતાં બરોબર ઉત્તુંગે દૃષ્ટિમાંથી રાગ ખેંચી લીધો અને તેમાં સ્વાભાવિકતા દાખલ કરી દીધી. એક ક્ષણમાં ઉત્તુંગ મનને સંયમમાં લાવી શક્યો છતાં એ એક ક્ષણમાં પણ ક્ષમાએ અનુરાગને પરખી લીધો. મને બહુ ધારીને જુએ છે કાંઈ ?’ ક્ષમાએ પૂછ્યું. ‘જોવાઈ ગયું હું ગુનેગાર છું,’ ઉત્તુંગે ગુનો કબૂલ કર્યો. ‘એમાં વળી ગુનેગાર શાનો ? જંગલમાં વસીને તમે લોકો વહેમી બની જાઓ છો.’ છે. ‘વહેમી તો કોણ જાણે, પણ સાચા તો ખરા જ.’ ‘તું જો સાચું બોલતો હોય તો કહે, હું વધારે રૂપવાન કે પેલી ઉલૂપી?’ ‘તમે બંને.’ ‘વધારે કોણ ?’ જેને વધારે જોઉ તે વધારે રૂપાળું લાગે. એક વખત ઘેરાયલી ને પણ હું આમ જ નિહાળી રહ્યો હતો. ઉલૂપી- ‘ઉલૂપી કેમ ઘવાઈ હતી ?’ ‘એક યુદ્ધમાં. પણ તારો રંગ તને વધારે રૂપાળી બનાવતો લાગે છે. ‘વારુ. હવે તું મને પસંદ કરે કે નાગલોકના સંઘપતિત્વને ?” ઉત્તુંગ માટે આ પ્રશ્ન બહુ કઠણ હતો. તેનો પિતા અને પિતામહ બંને બહુ લાંબા સમય સુધી સંઘપતિ હતા. સંઘપતિ થવાનાં સ્વપ્ન તે બાલપણથી સેવતો હતો. એને માટે ઉત્તુંગે સર્વ તૈયારી કરી રાખી હતી. તેણે સમર્થ યૌદ્ધા તરીકે નામના મેળવી હતી. એટલું જ નહિ; તેણે એક સમર્થ અભ્યાસી તરીકેની કીર્તિ પણ પ્રાપ્ત કરી હતી. તેણે પૈશાચી ભાષામાં લખાયલી શિવસ્તુતિનું સંસ્કૃતમાં ભાષાન્તર કર્યું હતું, અને ઘણા આર્ય વિદ્વાનોએ તેનાં વખાણ કર્યાં હતાં. પરંતુ તેના શ્યામ રંગે તેને આર્યોમાં હાસ્યપાત્ર બનાવ્યો હતો. તેના રંગે તેને વારાણસીના બ્રાહ્મણો ભેગો બેસવા દીધેલો નહિ. ત્યારથી તેને આર્યત્વ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થઈ હતી. નાગલોકોનો એક ભાગ પોતાને આર્ય માનતો અને મનાવતો. બીજો ભાગ આર્યત્વ પ્રત્યે શત્રુત્વ કેળવતો અને પોતાને આર્ય માનવા મનાવવામાં અપમાન સમજતો. ઉત્તુંગ આર્યધૈરી બની ગયો હતો.