પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલચ : ૬૯
 

‘એ સરમુખત્યારી હું તને અપાવું. ‘શી રીતે ?’ રોમન સૈન્યની સહાય વડે. ‘રોમન સૈન્ય ? ક્યાં છે એ ?’ ‘તું મને નાપ્રદેશની બહાર નીકળવા દે. હું પ્રદેશ બહાર ની તે ક્ષણે જ તને એક સૈન્ય સોંપીશ.' ‘પણ તારું સૈન્ય તો સમુદ્રમાં ખોવાઈ ગયું કહે છે.' ‘રોમન લશ્કર તે કદી ખોવાય ?' મ: ક ‘પણ મને એ લશ્કર શા માટે સહાય આપે ?’ ‘કારણ કે હું એ સૈન્યનું નેતૃત્વ, ધરાવું છું.’ ‘પરંતુ તું મને શા માટે સહાય આપે ?’ ‘તે તું નથી સમજી શકતો ? બેવકૂફ !’ ક્ષમાએ ઉત્તુંગના હાથ ઉપર ટપલી મારી અને હસીને તેની સામે જોયું. ક્ષમા હસીને અને ઉત્તુંગ વગર હસ્ય પરસ્પરનાં મન વાંચવા મથી રહ્યાં હતાં. ક્ષમાના હૃદયમાં શું હતું ? ઉત્તુંગના હૃદયમાં શું હતું ? ક્ષમાના હૃદયમાં રોમન સામ્રાજ્ય અને ઉત્તુંગના હૃદયમાં નાગલોકનું આધિપત્ય ! ઉત્તુંગે પ્રમાણિકપણે આધિપત્યને ક્ષમા કરતાં ઊંચું સ્થાન આપ્યું હતું. ક્ષમાએ રોમન સામ્રાજ્યની ઉત્તુંગને વાત કરી જ નહોતી. ‘પછી તું રોમન બનજે અગર હું નાગકન્યા બનીશ.’ ક્ષમાએ સ્મિતમાં નવું ચૈતન્ય લાવી કહ્યું. ‘એટલે એમ કે હું અને તું આ પ્રદેશમાંથી ચાલ્યાં જઈએ, ખરું ?' ઉત્તુંગે જરા વિચાર કરી પૂછ્યું. ‘ા.’ પણ સંઘમંડળની આજ્ઞા વગર તને હવે આ પ્રદેશ બહાર જવા ન દેવાય.’ તો.’ ક્ષિ. પ આજ્ઞાની ખાતરી હોય તો તે મેળવ.' ‘ન મળે તો ?’ ‘તો આશા ન આપનારને લાત મારી ચાલ્યો આવ.' ‘ક્ષમા ! તું જાણે છે તું મને નાદ્રોહી બનાવી રહી છે તે ?’ ‘હું તો તને જગતદ્રોહી બનાવું - જો તને સંઘનું આધિપત્ય મળતું હોય