પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦ : ક્ષિતિજ
 


‘આ દ્રોહનો ગુનો દેહાંતદંડ માગી શકે એમ છે. ' ‘એમાં તું દ્રોહ માનતો હો તો ભલે. હું તો એમાં નાગજનતાનું ઉચ્ચ ભવિષ્ય જોઉં છું.' ‘શી રીતે ?’ ‘પેલા આર્યોના ગુલામ બનતા મટીને.' ‘નાગપ્રજા કોઈની પણ ગુલામ બને એમ નથી.' ‘આર્યોનું શિવપૂજન તો તમે સ્વીકાર્યું.’ ‘એ શિવપૂજન અમારું છે. આર્યોએ તે અમારી પાસેથી મેળવ્યું.' ક્ષમાએ કશો જવાબ આપ્યો નહિ. તે પાછી સૂતી. ઉત્તુંગ ઉપર તે સંપૂર્ણ વિજય મેળવી શકી નહીં એમ તેને લાગ્યું. ઉત્તુંગનું દેશાભિમાન વધારે બળવાન હતું. નિષ્ફળતાનો આછો ડંખ અનુભવતી ક્ષમાએ ઉત્તુંગ સામે જોયા વગ૨ આંખો મીંચી દીધી. દ્વારમાં કોઈએ ટકોરા માર્યા, ‘કોણ છે ?’ ઉત્તુંગે પૂછ્યું. ‘હું છું. સંઘમંડળ તરફથી આવ્યો છું.' ‘કેમ ?’ ‘આપને બોલાવવા સમય થઈ ગયો છે.' ‘બધા આવી ગયા ? ‘હ્ય, આપના સિવાય.’ ‘હું તૈયાર થાઉં છું. જા.’ ઉત્તુંગે કહ્યું અને ક્ષમાનું સાન્નિધ્ય છોડી તે ઊભો થયો. તેણે તીરકમાન ખભે ભરાવ્યાં અને હાથમાં એક ભાલો લીધો. ‘ઉત્તુંગ ! તારાથી ન અવાય તો મને જવા દે.' ‘તને ? એકલીને ?’ ‘હા, મને એકલીને. હું આવી છું પણ એકલી.' ‘ક્યાં જઈશ ?’ ‘તે ન પૂછીશ.’ ‘જઈને શું કરીશ ?’ ‘તને સંઘપતિ બનાવવાની બધી જ યોજના હું રચીશ.’ ‘ક્ષમા ! અહીં આવ્યા પછી લગ્ન કર્યા સિવાય કોઈ સ્ત્રીને અમે જવા દેતા નથી.' ‘તે હું તારા સરખા નિર્માલ્ય ભીરુ પુરુષ જોડે લગ્ન કરીશ ?’ બેઠી