પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલચ : ૭૧
 

થઈ ઉશ્કેરાઈ ક્ષમા બોલી : 'જા, જા.' ઉત્તુંગે બંધ કરેલું બારણું ખોલી નાખ્યું. બારણા પાછળથી એક સ્ત્રી નીકળી આવી. તેને ઉત્તુંગે કહ્યું : ગ: ૦૧ ‘ક્ષમાને આરામથી સૂવા દેજે.' આવા ઠંડા શબ્દો વડે બાળી નાખતી ચોકી શરૂ થાય છે એમ ક્ષમા સહજ જોઈ શકી. ક્ષમાની પાસે છરો હોત તો તે ઉત્તુંગની, કે સાચવનારી સ્ત્રીની અગર પોતાની છાતીમાં ખોસી દેત. પરંતુ ક્ષમા શસ્ત્રવિહીન હતી. તેનું રૂપ નિષ્ફળ નીવડયું. તેણે પ્રસંગ સુધારવાની ફરી એક તક લીધી : ‘ઉત્તુંગ ! તારી સાથે જ મને લઈ જા ને !' ‘આજ નહિ. આવતી કાલથી તું મારી સાથે બધે આવી શકીશ.' ‘આવતી કાલ ? હં.' કહી ક્ષમા પથારીમાં પછડાઈ. ઉત્તુંગ આગળ વધ્યો અને સેવિકા પ્રત્યે બોલ્યો : ‘ક્ષમાને હરકત ન પડે. હું આવું ત્યાં સુધી તું જાગતી રહેજે.’ ‘જી.’ કહી તે સ્ત્રી ક્ષમા પાસે બેઠી. ઉત્તુંગે બહાર નીકળી આગળનાં દ્વાર બંધ કર્યાં. ક્ષમા આંખો ફાડી ઓરડાને જોઈ રહી. દીવાની જ્યોત ઝગઝગતી થઈ હતી. એવી જ ઝગઝગ થતી સેવિકાની આંખ ક્ષમાના દેહ સામે ચમકી રહી હતી. ક્ષમાએ હોઠ દાબ્યો અને આંખો મીંચી.