પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધન મુક્તિ : ૭૫
 

‘આ કયું વાઘ છે ?’ ક્ષમાએ સેવિકાને પૂછ્યું. ‘એને તૂર’ કહીએ છીએ. સુશિર વાઘ છે.’ ‘બહુ મીઠું !' બંધનમુક્તિ : ૭૫ ઊંઘતા જાગે નહિ, અને જાગતાં ઊંઘી જાય એ માટે તેનો એક સમૂહ આખી રાત વાગે છે.’ li મેં તો હમણાં જ સાંભળ્યું.’ ‘આરતી થઈ ત્યારનું વાગે છે.’ ‘મેં કેમ ન સાંભળ્યું ?’ ‘તમે કોઈ અસામાન્ય વિચારમાં ગૂંથાયાં છો.' ‘શા ઉપરથી કહે છે ?' ‘તમે સૂઈ શકતાં નથી માટે.' ‘તું કેમ સૂઈ શકતી નથી ?' ‘તમને સૂતા જોવાની મારી ફરજ છે. એ અસામાન્ય કામ છે.' ‘જેમને અસામાન્ય કામ ન હોય તે બધાં જ સૂઈ ગયાં હશે ?’ ‘જરૂર. તમને નથી લાગતું કે આ સંગીત નિદ્રપ્રેરક છે ?’ ‘બહુ જ નિદ્રાપ્રેરક છે. હું બળ કરીને જાગતી રહું છું. શી મીઠાશ છે!’ ‘અને... સાંભળો. તૂરની સાથે હવે કંઈ રણકાર સંભળાય છે ?' ‘હા. સોના કે રૂપાના મંજીરાં ધીમે ધીમે વાગતાં લાગે છે !' તૂરથી જે ન સૂએ તેને સુવાડવા મધરાતથી આવા મંજીરાના તાલ તૂર સાથે અપાય છે. અહીં ધન અને સુશિર વાઘ મળી અસલ નિદ્રા ઉપજાવે છે.’ ‘તમારા નાગપ્રદેશમાં મીઠાશનો અવિધ છે ! વાહ...કેટલું તાલબદ્ધ! નહિ, નહિ, નહિ ! હું જાગતી રહીશ !' ક્ષમા બોલી અને ઊભી થઈ. ‘જે આ સૂરમીઠાશમાંથી ઊગરી જાગે તેને અમે શક્તિશાળી તરીકે બહુ માન આપીએ છીએ. ઉત્તુંગ, ઉલૂપી અને એવી બહુ જ થોડી વ્યક્તિઓ છે કે જે આ મોહનિદ્રાથી પર રહી શકે.’ ખરેખર. બધું તજીને... મને... સૂવાની કેમ વૃત્તિ થાય છે ?... શું આ નિત્યપ્રથા છે ? ‘હા. પ્રજાને સારી નિદ્રા મળે એ સંઘપતિનું પ્રથમ કર્તવ્ય ગણાય.' ૧ વાઘનો એક પ્રકાર; વાંસળી માફક ફૂંકથી વગડતાં વાઘ