પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધન મુક્તિ : ૭૯
 


‘આ શસ્ત્ર વડે કાલે મારો વધ થશે.' ‘તો તું પણ મારી સાથે ચાલ.’ ‘જરૂર નથી. તું જા. પેલી સેવિકા બેભાન પડી છે તે જાગશે.' ‘તારું નામ ?’ ‘રોમ એ નામ ભૂલી ગયું છે, તું ખોળી કાઢજે, બસ જા હવે.’ ‘કયે રસ્તે ?’ ‘સાર્ષિ ભણી.’ એટલું કહી સેવિકાનું એક ઉત્તરીય ક્ષમાને ઓરાઢી એ વૃદ્ધે ક્ષમાને ઓરડાની બહાર ધકેલી દીધી.