પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮ : ક્ષિતિજ
 


કમરપટો પહેર્યો અને તેનાં ટૂંકા નાગ સરખાં બે ફળ ખભે લક ક્ષમાના ખભા સાથે એ ભાગ આબાદ ચોટી ગયા. ખભો ઊંચક.' વૃદ્ધે કહ્યું... ક્ષમાએ પોતાનો સ્કંધ સહજ ઊંચક્યો. એટલામાં તો તેનાં ખભાની અંદરથી તેના હાથ ઉપર પથરાઈ એથી પણ આગળ લંબાતો વિકરાળ નાગ બહાર આવી રહ્યો. ક્ષમા બહુ જ ચમકી. ‘અરે ! આ તો નાગ છે.' ક્ષમાએ હવે સ્થિરતાથી નાગશસ્ત્રને નિહાળ્યું. નાગની ફણા એ કાતિલ પોલાદનો ભાગ હતો. લોખંડ એટલું સરસ કેળવેલું હતું કે ખભાથી સહજ યંત્ર દબાતાં તે ઉપર રહેલું યંત્ર આગળ ખેંચાતું અને કોઈ પણ ઉપયોગ માટે સજ્જ બનતું. એ હથિયારથી સર્પદંશ જેવો ઘા પણ કરી શકાતો અને જરૂર પડ્યે તલવારની માફક તેને ફેરવી પણ શકાતું. હાથ ખસેડી લેતાં તે ઢીલું બની નાગ માફક લટકી પણ શકતું અને જરૂર પડ્યે તે ઊંચકાઈ સખ્તમાં સખ્ત આકારો ધારણ કરી શકતું. નાગપ્રજાનું આ શસ્ત્ર ગુપ્ત હતું. એ પહેરવાથી નાગ બની શકાતું. પરંતુ એ પહેલાં નાગધર્મની - શિવધર્મની દીક્ષા લેવી પડતી. દીક્ષા લીધા સિવાય તેનો ઉપયોગ શીખી શકાતો નહિ. તેના અનેકાનેક ઉપયોગો થઈ શકતા. પરંતુ ક્ષમાને એ બધા ઉપયોગો શિખવાય એમ ન હતું. આ શસ્ત્રના પ્રતાપે નાગજાતિના કોઈ પણ મનુષ્યની નજીક આવતાં અન્ય જાતિના મનુષ્યો ડરતા. સહુને એ જીવતા નાગ હોવાનો ભાસ થતો. અને તેથી નાગજાતિની ગૂઢ શક્તિઓમાં સહુ કોઈ શ્રદ્ધા રાખતા. ‘આને શું કરું ?’ ક્ષમાએ પૂછ્યું. ‘એ મારું ચિહ્ન છે. એ જોતાં તને કોઈ રોકશે નહિ.’ ‘છતાં કોઈ રોકે તો ?' ‘તો શેષની આણ દેજે.' ‘શેષ ?’ ‘ા. નાગલોકના એ ઇષ્ટ છે. રસ્તામાં કોઈ રોકે તો ? ટોકે તો ?’ ‘સંભવ છે. કારણ તારી હકીકત તરત જણાશે. શેષ, તક્ષક, વાસિક અને કાલિય એ ચાર નામ ગોખી રાખજે. અને કોઈ ટોકે તો ચારમાંથી જે યાદ રહે તે નામ ઉચ્ચારજે.’ ‘તારું શું થશે ?’