પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બંધન મુક્તિ : ૭૭
 


અને સાથે જ બારણા ઉપર ધક્કો વાગ્યો. સેવિકાએ ધીમે રહી સાંકળ ખોલી અને બારણાને આછું ઉઘાડ્યું. બારણું ઊઘડતાં બરોબર બારણા ઉપર જબરજસ્ત ધક્કો વાગ્યો અને સેવિકા એ ધક્કામાં બારણા સાથે અથડાઈ અસ્થિર બની. સેવિકાને લાગ્યું કે કાંઈ ભય છે - પગમાં સ્થિરતા લાવે તે પહેલાં તો કોઈ ઊંચી કદાવર વ્યક્તિ તેના ઉપર તૂટી પડી. અને સેવિકાના મુખ ઉ૫૨ કાળું વસ્ત્ર બંધાઈ ગયું. સેવિકા જમીન ઉપર પડી. ‘શું થાય છે ? સેવિકાને મારી નાખી ?' ક્ષમાના હૃદયમાં પ્રશ્ન ઉદ્દભવ્યો. સેવિકાને મારનાર ક્ષમાને પણ મારી નાખે ! ભીંતે ટાંગેલા હથિયાર તરફ ક્ષમાની સહજ દૃષ્ટિ ગઈ. અને તે હથિયાર લેવા જાય તે પહેલાં પેલી વ્યક્તિએ ક્ષમાની પાસે આવીને કહ્યું : ‘નાસી જા. છૂટી જા.’ ‘તું કોણ છે ? પેલો ફૂલ વેચનારો ?’ ‘ા.’ ‘તું રોમન છે ?’ ‘હતો. હવે નથી.’ ‘હવે કોણ છે ?’ ‘નાગ બની ગયો છું.’ પછી મને કેમ નસાડે છે ?’ ‘લાંબી વાત ન કરીશ. રોમન નાગ બને તે પણ રોમને જિતાડવા માટે. હવે ચાલી જા.' ‘ક્યાં જાઉં ?’ ફાવે ત્યાં. અહીંથી બહાર.' ‘હું પકડાઈશ તો ?’ વૃદ્ધ ફૂલ વેચનારાએ વિચાર કર્યો. તે નીચો વળ્યો અને મૂર્છિત કે મૃત બનેલી સેવિકાનાં વસ્ત્ર ખસેડી તેના દેહમાંથી એક ભયંકર શસ્ત્ર તેણે ખેંચી કાઢ્યું. લે, પહેરી લે. પછી તને કોઈ પકડશે નહિ.' વૃદ્ધે ક્ષમાને શસ્ત્ર આપતાં કહ્યું. ‘શી રીતે પહેરું ?’ એક કમરપટામાં બે નાગઢુકડા લટકતા હોય એવું એ શસ્ત્ર દેખાયું. ક્ષમા જરા ચમકી. જેને તે નાગ ધારતી હતી તે શું કોઈ યંત્ર હતું ? તેણે