પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૮૪ ગાંધીજીનો અક્ષરદેહ વળી બીજા એક રૂઢિચુસ્ત સભ્ય લખે છે: તમારી પ્રવૃત્તિ વખાણવા લાયક છે, તે તમારી માગણીઓ ન્યાયી છે; એટલે હું તમને મારાથી બનતી મદદ કરવા તૈયાર છું. આવી સહાનુભૂતિ ઇંગ્લંડમાં પ્રગટ થઈ છે. હું જાણું છું કે અહીં પણ અમને એવી જ સહાનુભૂતિ બતાવવામાં આવે છે, પરંતુ મારો નમ્ર અભિપ્રાય છે કે અમારા કાર્ય પ્રત્યે હજી વધારે ધ્યાન આપો તો સારું, હિંદમાં શું જરૂરી છે તે એક જોરદાર અગ્રલેખમાં મોસ્ટેમ સૅૉનિ પત્ર સરસ રીતે જણાવે છે: અહીં બીજી કેટલીક વસ્તુઓની સાથે સાથે સબળ તથા સમજદાર લોકમત છે તથા શુભ આશયવાળી સરકાર છે એટલે આપણે જે મુશ્કેલીઓનો સામ અહીં કરવો પડે છે તે દક્ષિણ આફ્રિકામાં આપણા દેશબાંધવોની ઉન્નતિની આડે આતી મુશ્કેલીઓની સામે કંઈ જ નથી. તેથી હવે સઘળી જાહેર સંસ્થાઓએ આ અગત્યના પ્રશ્ન તરફ પોતાનું ધ્યાન વાળવાનો અને આપણાં ભાઈભાંડુ જે કષ્ટો ભોગવી રહ્યાં છે તેના નિવારણ અર્થે ચળવળ કરવા સારુ સમજદાર લોકમત ઊભું કરવાનો સમય પાકી ગયું છે. ખરેખર આ કષ્ટો એટલાં બધાં અસહ્ય અને અપમાનકારક થઈ પડયાં છે અને દિનપ્રતિદિન થતાં જાય છે કે જરૂરી ચળવળ જેટલી વહેલી ઉપાડીએ તેટલું વધારે સારું, અમારી સ્થિતિ જરા વધારે સ્પષ્ટ કર્યું. અમે જાણીએ છીએ કે અમારે જનતાને હાથે જે અપમાનો તથા માનભંગ સહન કરવાં પડે છે તે સીધાં બ્રિટિશ સરકારની દરમ્યાનગીરીથી દૂર કરી શકાય એમ નથી. આવી કોઈ દરમ્યાનગીરી કરવા માટે અમે તેને અપીલ કરતા નથી. અમે એ કિસ્સા જાહેર પ્રજાની જાણમાં લાવીએ છીએ, જેથી સૌ કોમોનાં ન્યાયપ્રિય માણસો તથા વર્તમાનપત્રો પોતાની નાપસંદગી પ્રગટ કરીને એ અપમાનોની સખતાઈ ઠીક ઠીક ઓછી કરી નાખે અને બન્ને તો છેવટે તેમને નાબૂદ કરે. પરંતુ ઇંગ્લંડની સરકારને અમે એટલી તો અપીલ જરૂર કરીએ છીએ, અને અમને આશા છે કે, એ અપીલ નિષ્ફળ નહીં નીવડે, કે સામાન્ય પ્રજાની આ બૂરી લાગણીને સંસ્થાનોના કાયદાઓમાં ઉતારવા સામે તે અમને રક્ષણ આપે. અમારા સ્વાતંત્ર્યને કોઈ પણ રૂપમાં સીમિત કરનાર જે કોઈ કાયદા સાંસ્થાનિક રાજ્યોની ધારાસભાઓ ઘડે તેને નામંજૂર કરવા અમે ઇંગ્લંડની સરકારને જરૂર અરજ ગુજારીએ છીએ. અને હવે હું છેલ્લા સવાલ પર આવું છું. વસાહતી સંસ્થાનો અને સંબંધિત મિત્ર રાજ્યોનાં આવાં કાર્યો સામે ઇંગ્લંડની સરકાર કેટલી દરમિયાનગીરી કરી શકે? ઝૂલુલૅન્ડ બાબત તો એ સવાલ જ ન હોઈ શકે, કેમ કે એ તાજનું સંસ્થાન છે અને ડાઉનિંગ સ્ટ્રીટ, (બ્રિટિશ સચિવાલય ) ગવર્નર મારફતે એની હકૂમત ચલાવે છે. નાતાલ અને કેપ ઑફ ગુડ હોપનાં સંસ્થાનો પેઠે ઝૂલુલૅન્ડ નથી સ્વરાજ્ય ભોગવતું કે નથી જવાબદાર સરકાર ધરાવતું. કેપ સંસ્થાન અને નાતાલ બાબતમાં એવું છે કે, નાતાલ રાજ્ય- બંધારણ મુજબ, સ્થાનિક પાર્લામેન્ટ પસાર કરેલા કોઈ પણ ખરડાને ગવર્નરની મંજૂરી મળી ગઈ હોય અને એ રીતે તે કાયદો બની ગયો હોય તોપણ તેને બે વરસની અંદર નામંજૂર કરવાની સત્તા નામદાર સમ્રાજ્ઞીને છે. વસાહતી સંસ્થાનો કોઈ દમનકારી કાયદો પસાર કરી બેસે તે સામે આ બંધારણીય સંરક્ષણ છે. ગવર્નરને અપાયેલી શાહી સૂચનાઓમાં, તેમ જ રાજયબંધારણના કાયદામાં, કેટલાંક એવાં બિલોનો નિર્દેશ છે કે જેને નામદાર સમ્રાજ્ઞીની અગાઉથી