પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ બતાવ્યો, પરંતુ કહે છે કે સાથે એમ પણ કહ્યું કે તમારી ફરિયાદો સ્થૂળ સ્વરૂપની કે વાસ્તવિક હોવા કરતાં વધારે તો લાગણીપ્રધાન છે, ને જો મને કોઈ ફરિયાદના દાખલા બતાવી શકો તો હું એ બાબત અસરકારક રીતે હાથ ધરું. ટામ્સ બાદ ફન્ડિયા જેણે અમારી ઘણી સેવા કરી છે અને અમને દૃઢતાપૂર્વક ટેકો આપીને અમને ઋણી બનાવ્યા છે તે પત્રે અમારી ફરિયાદોને લાગણીપ્રધાન ગણી કાઢવા માટે, કી ચેમ્બરલેનને ઠપકો આપ્યો છે. તેમ છતાં અમારી સાચી ફરિયાદોનો પરાવો આપવા માટે, ને હિંદમાં અમારા કેસને ટેકો આપનારાઓની સ્થિતિ મજબૂત બનાવવા માટે હું મારી પોતાની સાક્ષી, તેમ જ જેઓએ જાતે કષ્ટ સહન કર્યાં છે તેમની સાક્ષી અત્રે આપવાની રજા લઉં છું. હું હમણાં જે કહેવાનો છું તે દરેક નિવેદનનો અક્ષરેઅક્ષર નિ:સંદેહપણે સાબિત કરી શકાય એમ છે. ૪ ગઈ સાલ નાતાલના દિવસો દરમિયાન ઠંડીમાં ગોરાઓની એક ટોળીએ કેવળ મજા કરવા ખાતર, ઉશ્કેરણીના જરાયે કારણ વિના, હિંદીઓની દુકાનોને આગ ચાંપી હતી. દક્ષિણ આફ્રિકા ના હિંદી સમાજના એક આગેવાન શ્રી અબદુલ્લા હાજી આદમ જે વહાણમાલિક છે, તેઓ કેન્ઝકલૂફ સ્ટેશન સુધી મારી સાથે પ્રવાસ કરતા હતા. ત્યાંથી ટપાલગાડીમાં નાતાલ જવા સારુ તે ત્યાં ઊતર્યા. ત્યાં પૈસા આપતાં પણ કોઈએ તેમને રોટી સુધ્ધાં આપી નહીં. હોટેલવાળાએ પોતાને ત્યાં એમને ઓરડી આપી નહીં, ને આખી રાત એમને ઠંડીમાં ઠૂંઠવાતા સિગરામમાં સૂઈ રહેલું પડયું, ને આફ્રિકાના એ ભાગમાં શિયાળો કંઈ મજાક નથી. બીજા એક આગેવાન હિંદી સજ્જન શ્રી હાજી મહમદ હાજી દાદા થોડા સમય પર સિગરામમાં પ્રિટોરિયાથી ચાર્લ્સટાઉન જતા હતા. તેમને સિગરામમાંથી ઉતારી મૂકવામાં આવ્યા અને તેમને ત્રણ માઈલ ચાલીને જવું પડયું, કારણ કે તેમની પાસે પાસ નહોતો આનો અર્થ જે થતો હોય તે! ફ્રી રુસ્તમજી નામે પારસી સજ્જન, જે પોતાની આર્થિક સ્થિતિના પ્રમાણમાં ઘણા વધારે ઉદાર છે, બીજા નાગરિકોની પેઠે જ તેઓ ડરબન સુધરાઈને વેરો ભરે છે, છતાં તેઓ પોતાની તબિયત માટે સુધરાઈની માલિકીના જાહેર સ્નાનાગારમાં ટર્કિશ સ્નાન ન કરી શકે. ગઈ સાલ નાતાલ દરમિયાન ડરબનમાં ફિલ્ડ સ્ટ્રીટમાં કેટલાક જુવાનિયાએ હિંદીઓની દકાનોમાં સળગતા ફટાકડા ફેંકીને કેટલુંક નુકસાન કર્યું હતું. ત્રણ માસ પહેલાં એ જ માર્ગ પર કેટલાક જુવાનિયાઓએ એક હિંદીની દુકાનમાં ગોણ વડે સીસાની ગોળી ફેંકી હતી એથી એક ગ્રાહકને ઈજા થઈ ને એની એક આંખ જેમ તેમ બચવા પામી. આ બંને વાત પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના ધ્યાન પર લાવવામાં આવી હતી, ને એમણે પોતાથી બનતું બધું કરવા વચન આપ્યું હતું. પણ એ વિષે ફરી કાંઈ સાંભળવા મળ્યું નથી. જોકે, સુપરિન્ટેન્ડેન્ટ તો ડરબનની સઘળી કોમોનું રક્ષણ કરવા આતુર માનનીય સજ્જન છે. પણ ઘણી મોટી સંખ્યાના વિરોધ આગળ એ બિચારા શું કરી શકે? એમના હાથ નીચેના મદદનીશો પેલા દુષ્ટોને શોધી કાઢવા તસ્દી લેશે ખરા? જ્યારે આ ઘાયલ થયેલા ભાઈ પોલીસ થાણા પર કૉન્સ્ટેબલોને મળવા ગયા ત્યારે પહેલાં તો પોલીસો હસ્યા, ને પછી કહ્યું કે તેમને પકડવા માટે મૅજિસ્ટ્રેટનું વૉરંટ લઈ આવો. આવા કેસમાં જો કૉન્સ્ટેબલ પોતાની ફરજ બજાવવા ઇચ્છતો હોય તો વૉરંટની જરૂર નથી હોતી. હું નાતાલથી નીકળ્યો તેને આગલે જ દિવસે એક હિંદી સજ્જનનો પુત્ર ડરબનના મુખ્ય માર્ગની પગથી પરથી જતો હતો. કેટલાક યુરોપિયનોએ કેવળ મોજ ખાતર તેને પગથી પરથી હડસેલી મૂકયો. ગઈ ૧. જીએ પુસ્તક ૧, પા. ૧૫૭.