પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૫૨ ગાંધીજીનો અક્ષરદેહ થઈ જશે ને ભયના માર્યા તેઓ ગાંડા બની જશે. પરંતુ અંત તો ધાર્યા પ્રમાણે આવવાનો ‘ગમે તે થાય, તેમને ઊતરવા દેવામાં નહીં આવે”. જે દિવસે સ્ટીમરોને અંદર લાવવાના છે એવી માલિકોને ખબર આપવામાં આવી તે પહેલાં બહુ વહેલેથી નગરના લોકો એ જાણતા હતા. એકઠા થવાનાં બ્યૂગલો સાડા દસ વાગ્યે વાગ્યાં, દુકાનદારોએ બારણાં વાસી દીધાં, અને લોકો ધક્કા પર એકઠા થવા માંડયા. ધક્કા પર એકઠા થયેલા લોકોની હાજરીનો હેવાલ વિનાત્તાય -વર્ટાફ્લરમાંથી લીધો છે: ૧૨ વાગ્યાથી થોડા વહેલા ઍલેકઝાન્ડ્રા સ્કૉર પર હાજરી સંપૂર્ણ બની અને માહિતી મળી શકી છે, તે મુજબ વિભાગો નીચે પ્રમાણે હતા: રેલવે કર્મચારી, ૯૦૦થી ૧,૦૦૦ – વાઇલી, નેતા; મદદનીશો: જી. વ્હેલાન, ડબલ્યુ. કોલ્સ, ગ્રાંટ, અલ્બમોન્ટ, ડિક, ચૂક, રસેલ, કાલ્ડર, ટિથરીજ. યાટ કલબ, પૉઈન્ટ કલબ, અને રોઈંગ કલબ, ૧૫૦—મિ. ડૅન ટેલર, નેતા, મદદનીશો સર્વશ્રી એન્ડર્ટન, ગોલ્ડ્સબરી,હટન, હાર્પર, મરે સ્મિથ, જૉન્સ્ટન, વુડ, પીટર્સ, એન્ડર્સન, ક્રોસ, પ્લેફેર, સિડર્ડ, સુથારો આદિ, ૪૫૦ પુન્ટાન, નેતા; મદદનીશો: એચ. ડબલ્યુ. નિકલ્સ, જાસ. હૂડ, ટી. જી. હાર્પર, છાપખાનાવાળા, ૮૦- મિ. આર. ડી. સાઇકસ, નેતા; મદદનીશો: ડબલ્યુ. પી. પ્લાઉમૅન, ઈ. એડવર્ડઝ, જે. શેકલ્ટન, ઇ. ટૉલી, ટી. આર્મસ્ટ્રૉગ દુકાનોના ગુમાસ્તા, આશરે ૪૦૦—મિ. એ. એ. ગિબ્સન, જે. મેકિન્ટોશ, નેતાઓ; મદદનીશો: સર્વશ્રી એચ. પિયર્સન, ડબલ્યુ. એચ. કિન્સમૅન, જે. પાર્ટી, ડૉસન, એસ. એડમ્સ, એ. મમરી, જે. ટાયઝેક, જાન્સ, જે, રેપ્સન, બાલ્ફિન્સ્ડ, ઇથરીઝ, ઑસ્ટિન, દરજીઓ અને જિનવાળા, ૭૦ – જે. સી. આમિટેજ, નેતા; મદદનીશો : એચ. મુલહૉલૅન્ડ, જી. બુલ, આર. ગૉડફ઼ે, ઈ. મેન્ડર્સન, એ. રોઝ, જે. ડબ્લ્યુ. ડેન્ટ, સી. ડાઉઝ. કડિયાકામ અને પ્લાસ્ટર કામવાળા, ૨૦૦- ડૉ. મૅકેન્ઝી, નેતા; મદદનીશો : હોર્નર, કીલ, બ્રાઉન, હૅન્કિન્સન. ‘પૉઈન્ટવાળા, નાનો વિભાગ — જે ડિક, નેતા; મદદનીશ્ત: ગમ્બર, કલેકટન, પોઇસન, ઈલિયટ, પાર. સામાન્ય જનતા આશરે ૧,૦૦૦—ટિ. એડમ્સ, નેતા; મદદનીશો: ફેંકલિન, એ. એફ. ગાર્બટ, જી. ડબ્લ્યુ. યંગ, સોમર્સ, પી. એફ. ગાર્બટ, ડાઉનાર્ડ. આદિવાસી વર્ગ ૫૦૦ મિ. જી. સ્પ્રાડો અને મિ. આર. સી. વિન્સેન્ટે આદિવાસીઓની ગોઠવણી કરી અને જ્યારે દેખાવો ચાલતા હતા ત્યારે એમને ઍલેકઝાન્ડ્રા સ્કૉરમાં ગોઠવી રાખ્યા. એમણે આદિવાસીઓને કહ્યું હતું કે એક ઠીંગણા આદિવાસીને તમારા નેતા તરીકે નીમ્યો છે. એ લોક લાકડીઓ લઈ સંખ્યાબંધ કસરતો કરતા હતા, નાચતા હતા ને કિકિયારી કરતા હતા ત્યારે એ ઠીંગણી માણસ એમની કતારો સામે અમલદારની જેમ આઘોપાછો કૂચ કરતો જતો એથી એમને ખૂબ મજા આવતી. એ લોકોને ઝઘડાથી દૂર રાખવા માટે આ મનોરંજન ઉત્તમ નીવડયું. પાછળથી સુપરિન્ટેન્ડેન્ટ ઍલેકઝાન્ડર ઘોડા પર આવ્યા અને તેમને રકૉરમાંથી કાઢી મૂકયા. સ્ટીમરોને કેવી રીતે અંદર આણવામાં આવી અને પછી શું થયું તે બધું કહેવા માટે આપના અરજદારો માને છે કે એ જ પત્રના તા. ૧૪ના અંકમાં આવેલા વર્ણનનો ઉતારો આપવો એ સૌથી સારું છે: દેખાવો કેવું રૂપ લેશે તે સંબંધે સ્ટીમર પરના લોકમાં ખૂબ અનિશ્ચિતતા જણાતી હતી. રજૅન્ડના કપ્તાન મિલ્નેએ, જેણે વધારે હિંમત દાખવી હતી તેને પોતાની સ્ટીમર