પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૮૦ ગાંધીજીનો અક્ષરદેહ પરવાના ૧ : (૧) નગરમાં અગર નાગરિક જિલ્લામાં જથાબંધ અગર છૂટક વેપાર કરનારાઓને આવશ્યક વાર્ષિક પરવાનો (૧૮૯૬ના કાયદા નં. ૩૮નીચેના પરવાના નહીં) કાઢી આપવા સારુ કોઈ પણ ટાઉન કાઉન્સિલ અગર ટાઉન બોર્ડ કોઈ અમલદારને વખતોવખત નીમી શકશે. (૨) જેને ૧૮૮૪ના કાયદા નં. ૩૮ હેઠળ અથવા બીજા કોઈ સ્ટેમ્પ ઍકટ જેવા કાયદા હેઠળ અથવા આ કાયદા હેઠળ જથાબંધ અગર છૂટક વેપાર અર્થે પરવાના કાઢી આપવા, નીમવામાં આવશે તેને આ કાયદાના અર્થમાં “પરવાના આપનાર અમલદાર” ગણવામાં આવશે. (૩) પરવાના આપનાર અધિકારી કોઈ પણ જથાબંધ કે છૂટક વેપારીને પરવાનો (૧૮૮૬ના કાયદા નં. ૩૮ હેઠળ ન હોય એવા) આપી શકશે અથવા આપવાની ના પાડી શકશે; અને પરવાના અમલદારે પરવાના કાઢી આપવા કે ન કાઢી આપવા બાબત લીધેલો નિર્ણય આ પછી તરત આવતી કંડિકામાં કરેલી જોગવાઈ ધ્યાનમાં રાખીને કોઈ પણ ન્યાયાલયમાં, પુનરવલોકનને, ઉલટાવવાને કે ફેરફારને પાત્ર થઈ શકશે નહીં. (૪) પરવાનો આપનાર અધિકારી જે નિર્ણય કરશે તે ૧૮૮૪ના કાયદા નં. ૩૮ હેઠળ, અગર તેવા જ કોઈ કાયદા હેઠળ, કરવામાં આવ્યો હશે તો તેની સામે કોઈને પણ, કૉલોનિયલ સેક્રેટરીને, તથા, સંજોગો અનુસાર, બીજા કેસોમાં ટાઉન કાઉન્સિલ અગર ટાઉન બોર્ડને પરવાના અમલદારના નિર્ણય ઉપર અપીલ કરવાનો હક રહેશે; અને કૉલોનિયલ સેક્રેટરી અથવા કેસના સંજોગ અનુસાર ટાઉન કાઉન્સિલ અથવા ટાઉનબોર્ડ, જે હોય તે, જે પરવાના બાબત અપીલ કરવામાં આવી હોય તે પરવાનો કાઢી આપવા કે રદ કરવાનો હુકમ કરી શકશે. (૫) જે વ્યક્તિ પોતે જે વેપાર કરવા માગતી હોય તેમાં પ્રચલિત અને યોગ્ય હિસાબી ચોપડા અંગ્રેજી ભાષામાં રાખવા બાબતની ૧૮૮૭ના નાદારીના કાયદા નં. ૪૭ની કલમ ૧૮૦, પેટાકલમ (૬)માં જણાવેલી શરતોનું પાલન કરી શકશે એવી ખાતરી પરવાના અમલદારને સંતોષ થાય તે રીતે કરાવી આપી શકશે નહીં તેને કોઈ પરવાનો આપવામાં આવશે નહીં. (૬) જે વેપાર કરવાનો હોય તેને માટેની જગા યોગ્ય નહીં હોય, અગર જ્યાં સ્વચ્છતા અને આરોગ્યની યોગ્ય અને પૂરતી વ્યવસ્થા નહીં હોય ત્યાં, અગર જે જગાએ માલસામાન રાખવાના કોઠારો કે ઓરડાઓથી અલગ, વેચાણ કરનારા ગુમાસ્તા, કારકુનો તથા નોકરો માટે રહેવાની પૂરતી અને યોગ્ય જગા નહીં હોય ત્યાં? વેપાર કરવા માટે પરવાનો આપવામાં નહીં આવે. (૭) જે કોઈ વ્યક્તિ કોઈ પણ જથાબંધ કે છૂટક વેપારધંધો એવી રીતે ચલાવશે અથવા તો પરવાનાવાળી જગા એવી સ્થિતિમાં રાખશે જેથી તેના પરવાનાનો અધિકાર રદ થાય, તેણે આ કાયદાનો ભંગ કર્યો ગણાશે; અને એવા દરેક ગુના માટે તે ૨૦ પાઉંડના દંડની શિક્ષાને પાત્ર થશે, જે દંડ મૅજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કોઈ પણ પરવાના અમલદાર વસૂલ કરી શકશે. ૧, પરવાના ખાખતના કાયદાના પસાર થયેલા અંતિમ સ્વરૂપ માટે જીએ પા. ૨૬૩-૬૫. ૨. પરવાના અમલદારના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવા બાબતની થયેલી અંતિમ શ્વેગવાઈ અત્રે બિલમાં આપ્ચા કરતાં જરા તુદી પડતી હતી; તુએ કલમ ૬, પા. ૨૬૪. ૩. તા. ૯ મે, ૧૮૯૭ના રાજ પસાર થયેલ કાયદાની સંબંધિત કલમ ૮માં નીચેના રાબ્દો ઉમેરવામાં આવ્યા હતા: ‘જ્યાં જગાનો ઉપયોગ બંને હેતુઓ માટે થતેા હોય તેવા દાખલાઓમાં જીએ પા. ૨૬૪.