પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૯૫ કાયદાના અમલમાંથી થોડે અંશે અથવા પૂરેપૂરી મુક્તિ આપવી કે કેમ અને કયા સંજોગોમાં આપવી તે નક્કી કરવા માટે જરૂરી જણાય તેવા હુકમો વખતોવખત આપી શકે છે તથા નિયમો બનાવી શકે છે. આવા અસાધારણ સંજોગો વિદ્યમાન છે એ દર્શાવવાના હેતુથી નામદાર ગવર્નરને કરવાની અરજ તૈયાર થાય છે, અને નામદાર ગવર્નર સમક્ષ અરજ પેશ કરવા પ્રતિનિધિમંડળ લઈ આવવા ઇચ્છું છું અને સ્ટીમરમાલિકોના વકીલ તરીકે હું પોતે તેમની સમક્ષ હાજર થઈને માલિકોની અરજીનું સમર્થન કરવા ઇચ્છું છું. પ્રસ્તુત સ્ટીમરમાલિકોને દરરોજ થતા એકસો પચાસ પાઉન્ડના ખર્ચે આ સ્ટીમરો રોકાઈ રહી છે, અને તેથી માલિકો નામદાર વહેલામાં વહેલો જે દિવસ નક્કી કરવા કૃપા કરે, તે દિવસે તેમની સમક્ષ ઉપસ્થિત થવા આતુર છે. (પરિશિષ્ટ ૭) નકલ આપનો આજ્ઞાંકિત સેવક, (સહી) એફ. એ. લૉટન (પરિશિષ્ટ ૮) નકલ ડરબન, ૨૨ ડિસેમ્બર, ૧૮૯૬ પ્રિય શ્રી લૉટન, ગવર્નરની ઇચ્છા છે કે મારે તમને જણાવવું કે જોકે કૉરૅન્ટીન જેવા વહીવટી કામ સંબંધે તેઓ નિયમ અનુસાર પ્રધાનોની સલાહ લેશે. તેમ છતાં તમે ઇચ્છતા હો તો, આવતી કાલે પિટરમેરિત્સબર્ગમાં તેઓ આ બાબતમાં હિત ધરાવનાર ગૃહસ્થોના પ્રતિનિધિમંડળને મુલાકાત આપશે. શ્રી એફ. એ. લૉટન તમારો વિશ્વાસુ, (સહી) હૅરી એસ્કમ્બ પ્રતિ નામદાર માનનીય સર વૉલ્ટર ફ્રાન્સિસ હેલિહચિન્સન, સેન્ટ માઇકેલ તથા સેન્ટ જ્યૉર્જના અત્યંત પ્રતિષ્ઠિત મંડળના સામંત સેનાધિપતિ, નાતાલ વસાહતી સંસ્થાનના ગવર્નર અને સેનાધિપતિ, તેના ઉપનૌકાધિપતિ, તથા આદિવાસી વસ્તીના સર્વોપરી સત્તાધીશ; દાદા અબદુલ્લા ઍન્ડ કંપની., રહેવાસી નગર ડરબન, સ્ટીમર કુરલૅન્ડના માલિકો અને સ્ટીમર નવરીના માલિકોના એજન્ટ, તેનું સદરહુ સ્ટીમરોને કૉરૅન્ટીનમાંથી મુક્ત કરવા દાદ માગતું નમ્ર અરજપત્ર. દર્શાવે છે કે, સદરહુ નાવરી અને રજૅન્ડ મુંબઈથી અનુક્રમે ગયા માસની તા. ૨૮ અને તા. ૩૦ના રોજ, સૌ વર્ગના ૩૫૬ અને ૨૫૫ ઉતારુઓ લઈને આ બંદરે આવવા નીકળી હતી, અને આ માસની ૧૮મી તારીખે અનુક્રમે બપોર પછી ૨ વાગ્યે અને ૫-૩૦ વાગ્યે અહીં આવી પહોંચી હતી.