પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૦૭ અભિપ્રાયો કે પદ્ધતિ મુજબ ચાલવા ઇચ્છતા નથી, પણ અમે માત્ર લોકોના પ્રતિનિધિઓ બનવા માગીએ છીએ.” (તાળીઓ). “અધ્યક્ષે આશા દર્શાવી કે જે નિર્ણય કર્યો છે તેને વળગી રહેશો. અત્યારે સૌ એકમત થાઓ, અને જ્યારે કામ કરવાની જરૂર પડે ત્યારે આપણી સંખ્યાનો એકતૃતીયાંશ જ હાજર થાય એમ ન બનવું જોઈએ. સ્ટીમરો પરના હિંદીઓને લાગેવળગે છે ત્યાં સુધી દેખાવો સંપૂર્ણ શાંતિમય થવાના છે—એક જણ બાબત, તેની જોડે કેમ વર્તવું તે નેતાઓ પર ને તમારા પર છોડવામાં આવશે. (તાળીઓનો ગડગડાટ અને હાસ્ય). હવે આપણો હેતુ પાર પાડવા માટે આપણે સંગઠન કરવાની જરૂર છે. કેટલાક જણે કહ્યું છે કે પચાસ કે સૌ માણસને, જે અમારી નોકરીમાં છે તેમને, અમે લઈ આવીશું; અને આપણે એવા સ્વયંસેવકો જોઈએ છે, જે આટલા લોકોના નેતા બને અને તેમની જવાબદારી લઈ શકે.” (એક અવાજ: ‘શિનવારે બોલાવી જુઓ’). “મિ. વાઇલીએ કહ્યું કે જો લોકો પોતાનું નામ આપે અને સાથે, જેઓ તેમની સાથે કામ કરવા ઇચ્છતા હોય અને તેમના નેતૃત્વમાં રહેવા તૈયાર હોય, તેઓનાં નામની યાદી આપે તો સંગઠનમાં અને દેખાવોના નિયમનમાં મદદરૂપ થશે. અધ્યક્ષ વિભાગીય નેતાઓને જાણી શકશે ને તેમને સંદેશા કહાવી શકશે, ને તે નેતાઓ પોતપોતાની ટુકડીને ખબર આપી શકશે. નેતા તો અલબત્ત એક જ મિ. સ્પાકર્સ છે, પણ એ કંઈ ૫,૦૦૦ જણને મળી શકે નહીં તેથી સંદેશાનું આ સાધન આવશ્યક છે.” (એક અવાજ હવે કંઈક કામ ચાલ્યું લાગે છે). આ સંસ્થાનમાં નામદાર સમ્રાજ્ઞીના સંરક્ષણ ખાતાના પ્રધાન મિ. એસ્કમ્બની એક સમિતિએ મુલાકાત લીધી હતી. તેનો અહેવાલ સભાને આપ્યો, તેથી દેખાવોની તેમની યોજના પાર પાડવામાં સભાને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું એમ જણાય છે. સમિતિએ મુલાકાતનો નીચેનો હેવાલ આપ્યો હતો : “આજે સવારે મુલાકાત દરમ્યાન મિ. એસ્કમ્બે સમિતિ સાથે બે કલાક સુધી વાજબી અને ન્યાયી રીતે, વાતચીત કરી. તેમણે કહ્યું કે, ‘સરકારના એકેએક સભ્ય તમારી સાથે છે, ને દરેક શકચ માર્ગે સરકાર આ બાબતનો ત્વરિત નિકાલ લાવવા માગે છે. પણ અમારા હાથ અટકી પડે એવું કશું ન કરવા તમારે સંભાળ રાખવી જોઈએ. અડિયલ ઘોડાને એડી લગાવી લગાવી મારી નાખવો એ એક વાત છે, પણ ચાલતા ઘોડાને એ રીતે મારી નાખવો એ તદ્દન જુદી વાત છે.’ ત્યારે સમિતિએ કહ્યું: ‘જો સરકાર કંઈ નહીં કરે તો ડરબન નગરે પોતે તે કરવું જોઈશે, મોટી સંખ્યામાં ફુરજે જઈને જોવું જોઈશે કે શું થઈ શકે એમ છે.’ પછી એથીયે આગળ જઈને તેમણે કહ્યું: ‘અમે માનીએ છીએ કે સંસ્થાનની સરકારના પ્રતિનિધિ અને સારા અધિકારી તરીકે તમે અમારો સામનો કરવા લશ્કર બોલાવશો.’ મિ. એસ્કમ્બે કહ્યું: ‘અમે એવું કાંઈ કરવાના નથી; અમે તમારી સાથે છીએ, ને તમારો વિરોધ કરવા અમે એવું કાંઈ કરવાના નથી. પણ, જો તમે અમને એવી સ્થિતિમાં મૂકશો, તો અમારે સંસ્થાનના ગવર્નર સમક્ષ જઈને કહેવું પડશે કે આ સંસ્થાનના વહીવટની લગામ આપ નામદાર હાથમાં લો કારણ કે અમે રાજ ચલાવી શકીએ એમ નથી. આપે કોઈ બીજા માણસો શોધવા પડશે.’’ (ભારે શોરબકોર). જો રક્ષણપ્રધાને ખરેખર આ શબ્દો ઉચ્ચાર્યા હોય તો તે વિષે અભિપ્રાય આપવાનું અમારું કામ નથી, પરંતુ અમે તો અત્યંત નમ્રતાપૂર્વક આપનું ધ્યાન એ વાત પર દોરવા ઇચ્છીએ છીએ કે એક ઉશ્કેરાયેલા મોટા ટોળાને, મૂળમાં તેમના ઇરાદા ગમે તેટલા શાંતિપૂર્ણ હોય તોપણ, ધક્કા આગળ કૂચ કરી જવા દેવામાં ભારે જોખમ રહેલું છે, અને ખાસ કરીને જ્યારે