પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૧૭ વળી પાછી દેવામાં નહીં આવે, અગર ઉત્તમ હોટલોમાં પેસવા દેવામાં નહીં આવે. ચોપાનિયાની અને તેના તારથી મળેલા સારાંશોની વાત કરીએ તો, એ સારાંશો, તુર્કોના આમિનિયનો સાથેના વર્તનનું વર્ણન કરતી કોઈ પુસ્તિકામાં હોઈ શકે તેટલા સાચા છે. અને, ખરેખર, રૂટરનો તાર એકલો વાંચવામાં આવે તો તેથી કંઈક એવી જ છાપ પડે છે. પરંતુ, શ્રી ગાંધીનું લખેલું ચોપાનિયું જ્યારે આખું વાંચીએ છીએ ત્યારે સંદર્ભ ઉપરથી જણાય છે કે તેમાં કેટલાંક ઉદાહરણો ખરેખર વાસ્તવિક મુસીબતનાં ટાંકેલાં છે; પણ ચોપાનિયાનો મોટો ભાગ એવી રાજકીય ફરિયાદોથી ભરેલા છે, જે ઘણી વાર ઑઇટલૅન્ડરો ટ્રાન્સવાલમાં કરે છે. ટૂંકમાં, પુસ્તિકામાં એવું કશું નથી જે શ્રી ગાંધીએ પૂર્વે નાતાલમાં પ્રકાશિત ન કર્યું હોય અને જે સામાન્ય રીતે જાણીતી વાત ન હોય. બીજી બાજુ શ્રી ગાંધીએ કે બીજા કોઈએ, હિંદીઓ પોતે પોતાનો જે દરજ્જો માનતા હોય તે દક્ષિણ આફ્રિકામાં સ્વીકારાવવાનો પ્રયત્ન કરવો નકામો છે. આ બાબત કશો ઢાંકપિછોડો કરવાથી કશો લાભ નથી. આ દેશમાં હિંદીઓ ટોળે વળે તે સામે, અને તેમના રીતરિવાજ તથા રહેણી- કરણી સામે જોરદાર પૂર્વગ્રહ ઊંડી જડ ઘાલી બેઠેલો છે. કાયદાની દૃષ્ટિએ એ લોક બ્રિટિશ રૈયત હશે, પણ કાયદાથી જે ચડી જાય છે તેની, અર્થાત્ જાતિગત પ્રણાલિકાઓ અને ભાવનાઓની દૃષ્ટિએ તેઓ વિદેશી છે.-ધિ નાતાજી મર્ક્યુરી, ૧૮ જાન્યુઆરી, ૧૮૯૭. હવે એટલું સ્વીકારાતું જાય છે કે શ્રી ગાંધી સામેનું બુમરાણ હકીકતો જોતાં હોઈ શકે તેથી ઘણું વધારે કડવાશભર્યું અને હિંસક હતું. તેમનાં વિધાનો અતિશયોક્તિભર્યાં હશે પણ તેમાં સાંસ્થાનિકોના ચારિત્ર્યને જાણી જોઈને અને ઇરાદાપૂર્વક કલંકિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નહોતો, જેથી કેટલાક અંતિમવાદી લોકોએ જે કિન્નાખોર વલણ ધારણ કર્યું તે વાજબી ઠરે. ખરેખર એ બાબતમાં લોકોને ભ્રમ જ થયો હતો. મિ. ગાંધી પોતાના દેશવાસીઓની જે પ્રકારની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જ પ્રકારની સેવાઓ કરવાને અંગ્રેજ હંમેશ તૈયાર રહ્યા છે. અને જયારે વખત આવ્યે શાંતિથી વિચાર કરવામાં આવશે ત્યારે એટલું તો માનવું પડશે કે એમની કાર્યપદ્ધતિ ગમે તેટલી ભૂલભરેલી હશે અગર એમના સિદ્ધાંતો ગમે તેટલા ન ટકી શકે એવા હશે તોપણ તેમને એક બહિષ્કૃત કે અસ્પૃશ્ય ગણીને વર્તવાની નીતિ ખરાબમાં ખરાબ છે, કારણ કે પોતે જેને પોતાના દેશબંધુઓના હક ગણે છે તે પ્રાપ્ત કરવા એ યત્ન કરી રહ્યા છે. અંગ્રેજ લોક હંમેશ એવી બડાઈ મારતા આવ્યા છે કે અમે અમારા વિરોધીઓ સાથે વર્તવામાં ન્યાયનો સમૂળો ત્યાગ કર્યા વિના અમારા પક્ષનું સમર્થન કરી શકીએ છીએ. સાંસ્થાનિકો જાણે છે કે શ્રી ગાંધીની માગણીઓ માન્ય કરવાથી સંસ્થાનની આબાદીને ભય છે; તેઓ જાણે છે કે એશિયાઈ અને યુરોપીય લોકો વચ્ચેના, જાતિગત ભેદો મૂલભૂત અને સ્થાયી હોઈ, સામાજિક સમાનતાને કદી અવકાશ રહેતો નથી અને કોઈ પણ દલીલ એ બે વચ્ચેની ખાઈ પૂરી શકે તેમ નથી; તેઓ જાણે છે કે કેવળ સૈદ્ધાંતિક ન્યાય ઉપલક દૃષ્ટિએ આપણી વિરુદ્ધ હોય એ બને, પણ સ્વરક્ષણની સાહજિક વૃત્તિ આપણને ચેતવે છે કે આપણે ધારણ કરેલી સ્થિતિ જ સલામત છે; ટૂંકમાં, તેઓ જાણે છે કે જો એશિયાઈઓના પ્રવેશ પર મર્યાદા મૂકવામાં ન આવે તો આ સંસ્થાન કદી ગોરા લોકનું સંસ્થાન રહી શકે નહીં. છતાં, જે લોક તદ્દન સ્વાભાવિક રીતે, જુદા અભિપ્રાય ધરાવે છે તેમની તરફ અણઘટતી અને અનાવશ્યક કર્કશતા દાખવીને આપર્ણા પક્ષ નબળો પાડવા વિના, આ બધું કબૂલ કરાવી શકાય એમ છે. અંગત બાબતો પર વધારેપડતો ભાર મૂકીને આપણે આપણું નુકસાન કયારનુંય કરી ચૂકયા છીએ; તેથી આશા રાખીએ કે ભવિષ્યમાં લડત ચલાવતી વખતે વસાહતીઓ ગૌરવ અને આત્મ સંયમનું દર્શન કરાવશે. એ વિના, JUN1978*