પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
નાતાલમાં હિંદીઓની સ્થિતિ

નાતાલમાં હિંદીઓની સ્થિતિ ૨૨૯ ૧. ગવર્નરને એવી સત્તા મળશે જેથી તે કોઈ રોગગ્રસ્ત બંદરેથી આવતા કોઈ પણ માણસને ભલે ને તે બીજે કોઈ બંદરેથી બદલી કરીને ચડેલો હોય, સંસ્થાનમાં ઊતર- વાની પરવાનગી આપવાની ના પાડી શકશે.૧ (આ બિલના બીજા વાચનની દરખાસ્ત કરતી વખતે વડા પ્રધાને કહેલું કે આથી નાતાલ સરકાર મુક્ત હિંદીઓને સંસ્થાનમાં આવતા રોકી શકશે.) ૨. ટાઉન કાઉન્સિલો અને ટાઉન બોર્ડોને એવી સત્તા આપવામાં આવશે, જેથી તેઓ પોતાની મુનસફી અનુસાર વેપારી પરવાના આપવાની હા કે ના પાડી શકે, અને તેમના નિર્ણયો પર દેશની ઊંચામાં ઊંચી અદાલત પણ ફેર-વિચારણા નહીં કરી શકે. (આ બિલના બીજા વાચનની દરખાસ્ત મૂકતી વખતે વડા પ્રધાને કહેલું કે આ સત્તા એટલા માટે આપવાની છે. જેથી હિંદીઓને વેપારના પરવાના મળતા અટકાવી શકાય.) ૩. સંસ્થાનમાં આવનારાએ અમુક શરતોનું પાલન કરવું જોઈએ. દા. ત. તે ૨૫ પાઉંડની મિલકત ધરાવતો હોવો જોઈએ, ને કોઈ યુરોપીય ભાષામાં (અરજીનું) ફૉર્મ ભરી શકતો હોવો જોઈએ; અને વડા પ્રધાનના કહેવા મુજબ, વણલખી સમજૂતી એ છે કે આ શરતો યુરોપિયનોને લાગુ પાડવામાં નહીં આવે. (સરકારે એમ જણાવ્યું છે કે આ પગલાં કામચલાઉ હશે, કેમ કે ઉપર જણાવેલા વડા પ્રધાનોના સંમેલન બાદ સરકાર એવાં બિલો રજૂ કરી શકશે કે જે માત્ર હિંદીઓ અથવા એશિયાઈઓને લાગુ પડતાં હશે અને તેમાં વધારે સખત નિયંત્રણો મૂકી શકાશે અને મનમાં સંકોચ રાખીને કાયદા કરવાની કે તેમનું અધૂરું પાલન કરવાની પરંપરા છોડી શકાશે. ૪. અટકાયતની દુ:ખદાયક સ્થિતિમાંથી સ્વતંત્ર હિંદીઓને બચાવવા માટે પાસની પ્રથા દાખલ કરવામાં આવનાર છે, અને પાસ વગરના હિંદીઓની ધરપકડ કરનાર અમલ- દારોને ગેરકાયદે ધરપકડ માટે જવાબ આપવાનો રહેશે નહીં.૪ નીચે આપેલી દરખાસ્તો નાતાલ સરકાર સમક્ષ હિંદીઓ વિરુદ્ધ વધારાના કાયદા ઘડવા માટે મૂકવામાં આવી છે : ૧. હિંદીઓ સ્થાવર મિલકતના માલિક ન બનવા જોઈએ. ૨. હિંદીઓને નિર્દિષ્ટ લોકેશનોમાં રહેવાની ફરજ પાડવાની સત્તા ટાઉન કાઉન્સિલોને આપવી જોઈએ. હાલના વડા પ્રધાનના કહેવા મુજબ તો, નાતાલવાસી હિંદીઓ હમેશાં “લાકડાંના કાપનાર ને પાણીના ખેંચનાર” હોવા જોઈએ અને રહેવા જોઈએ; અને “જે આફ્રિકાના રાષ્ટ્રનું ઘડતર થવાનું છે, તેના ભાગરૂપ બનવા ન જોઈએ.” અમને એટલું કહેવા દો કે નાતાલની આબાદીનો આધાર મુખ્યત્વે હિંદથી આણેલા ગિરમીટિયા મજૂરો પર છે એ કબૂલ થઈ ચૂકયું છે, અને છતાં નાતાલ જે હિંદી નિવાસીઓને સ્વાતંત્ર્ય આપવા ના પાડે છે. ૧. ક્યારૅન્ટીના કાયદો : તુએ પા, ૧૭૯, અને મા. ૨૪૯-૫૦ તથા યા. ૨૫૯-૬૦. ૨. હૃઆ ધા. ૨૬૪. ૩. મિલકત દ્વારા પ્રાપ્ત થતી લાયકાતની જોગવાઈવાળી કલમ બદલીને “અકિંચન’’ લેકને નાલાયક ઠરાવતી કલમ પાછળથી મૂકી હતી. એ કલમ ૩(૫) પા. ૨૬૦, ૪. આ પા. ૨૬૫.