પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

માનનીય બ્રિટિશ એજન્ટ પ્રિટોરિયા સાહેબ, ૪૫. બ્રિટિશ એજન્ટને પત્ર આ પ્રજાસત્તાકના બ્રિટિશ હિંદીઓ સંબંધમાં આપે જે મુલાકાત આપવાની કૃપા કરેલી તેમાં મેં કહ્યું હતું તે હિંદી કોમ ૧૮૮૫નો કાયદો નં. ૐ’નો અર્થ ઘટાવવા માટે જે કસોટીરૂપ કેસ દાખલ કરે તો તે ચલાવવા માટેનો ખર્ચ નામદાર સમ્રાજ્ઞીની સરકારે આપવો જોઈએ. તેથી હું પ્રતિનિધિમંડળ તરફથી વિનંતી કરું છું કે પરમ માનનીય સંસ્થાન મંત્રીને તાર કરી પુછાવશો કે નામદાર સમ્રાજ્ઞીની સરકાર કેસ ચલાવવાનો ખર્ચ આપશે કે કેમ. આવી વિનંતી કરવા માટે નીચે દર્શાવેલાં કારણો છે: પ્રિટોરિયા, મે ૧૮, ૧૮૯૭ ૧. આ કસોટી કેસ ફ્રી સ્ટેટના વડા ન્યાયાધીશે જે લવાદી ચુકાદો આપ્યો છે તેથી જરૂરી બન્યો છે અને જે ટ્રાન્સવાલવાસી હિંદી કોમનાં હિતો હોડમાં મુકાયાં હતાં તેની લાગણીનો વિચાર કર્યા વિના, તેમ જ લવાદની પસંદગી વિરુદ્ધ હિંદી કોમે માનપૂર્વક વિરોધ નોંધાવેલો (બ્લ્યુ બુક સી. ૭૯૧૧, વર્ષ ૧૮૯૫, પૃ. ૩૫, પૅરેગ્રાફ ૩) હોવા છતાં નામદાર સમ્રાશીની સરકારે લવાદી બાબત સંમતિ આપી હતી. ૨. ઉપર જણાવેલી બ્લ્યુ બુકમાં પુ ૩૪ (નં. ૯) અને ૪૬ (નં. ૧૨ સાથેનું બિડાણ) ઉપર પ્રસિદ્ધ કરેલા તારો પરથી જણાય છે કે નામદાર સમ્રાજ્ઞીની સરકારે કસોટી કેસ દાખલ કરવા વિચાર કર્યો હતો. હિંદી કોમના એક સભ્યના નામથી કેસ દાખલ થશે, જ્યારે તેનું ખર્ચ નામદાર સમ્રાજ્ઞીની સરકાર આપશે, એવું અનુમાન કરવું ધોરણસરનું છે. ૩. ૧૮૮૪ના સંધિકરારની કલમ ૧૪ દ્વારા બ્રિટિશ હિંદીઓને, પોતાનો દરજ્જો નીચો ઉતારવા સામે તેમ જ તેમના પર નિષેધો લાદવા સામે, રક્ષણ મળેલું હોવા છતાં, ટ્રાન્સવાલમાં તેમના અધિકાર છીનવી લેવામાં આવે છે તથા તેમના પર નિયંત્રણો લાદવાનો પ્રયાસ થાય છે તેનો સામનો કરવામાં બ્રિટિશ હિંદીઓને આ પહેલાં ભારે ખર્ચમાં ઊતરવું પડયું છે, અને પ્રમાણમાં જોઈએ તો તેમની આર્થિક સ્થિતિ તેમના ખિસ્સા પર વધારે કાપ પડે તે સહન કરી શકે એવી નથી. હું આશા રાખું છું કે આપના તારમાં, દાવાના ખર્ચની માગણી કયાં કરણોસર કરવામાં આવી છે તેનો સાર આપશો. ૧. જી પુસ્તક ૧, પા. ૧૩૨-૩. ર. આ વિનંતી સામ્રાજ્ય સરકારે કબૂલ રાખી ન હતી. ગાં. ૨૦૧૬