પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૫૭ નહીં લાવે અને એ લોકોને જો ખબર પડે કે તેમને પરવાના મળવાના નથી તો તેઓ અહીં વેપાર કરવા નહીં આવે. મિ. સાયમન્સે “આ બિલનો વિરોધ કર્યો. તેમણે તેને અત્યંત ગેરબ્રિટિશ અને દમનકારક ગણી કાઢયું.” એમ જણાય છે કે જૂજ પાઉન્ડની કિંમતનો માલ લઈ એક સ્થળેથી બીજે સ્થળે ફરનાર ફેરિયાઓને પણ તેમનો હિસાબ અંગ્રેજીમાં રાખવો પડશે. હકીકત એ છે કે એ લોક હિસાબ રાખતા જ નથી. પરવાના અમલદારના નિર્ણયથી દુભાયેલો માણસ દેશની ઊંચામાં ઊંચી અદા- લતમાં જાય તે સામે જે વાંધો છે તેનું કારણ એ જણાય છે કે પરવાના અમલદાર ન્યાયની અદાલતમાં પોતાની મુનસફી વાપરવાની સત્તાનો ન્યાયસર બચાવ કરી શકશે નહીં. પરવાના તાજા કરી આપવા સંબંધે શું કરવામાં આવશે એ પ્રશ્ન પણ ઊભો થાય છે. સેકડો અને હજારો પાઉન્ડની કિંમતનો માલ રાખનાર વેપારીઓને, જે પરવાના અધિકારી હુકમ કરે તો, શું તેમનાં કામકાજ બંધ કરી દેવાનું કહેવામાં આવશે? નીચલી ધારાસભાના સભ્ય મિ. સ્મિથને એ ખ્યાલ આવેલો, ને એમણે દરખાસ્ત કરેલી કે પરવાના ધરાવનાર લોકને એક વર્ષની મુદત આપવી જોઈએ. એમણે સભાનું ધ્યાન એ હકીકત તરફ ખેંચ્યું હતું કે ફ઼ી સ્ટેટે પણ વેપારીઓને કામકાજ બંધ કરવાની ફરજ પાડતાં પહેલાં વાજબી સમય આપ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે એ દરખાસ્ત ઊડી ગઈ. ૫-૪-૯૭નું નાતા” ફુવાઁડ્લર બિલ પર પોતાના વિચાર આ પ્રમાણે જણાવે છે: વસાહતી પ્રતિબંધક બિલમાં બ્રિટિશ પ્રણાલિકાઓનો જે ભંગ થાય છે તેની સામે હિંમતથી જે બધા સભ્યોએ વાંધો લીધો તે સૌ પરવાના બિલમાં પ્રજા સ્વાતંત્ર્ય ઉપર એથીયે વધારે ગંભીર કાપ પડયો છે તે છતાં, જરા પણ મોઢું મચકોડયા વિના ગળે ઉતારી ગયા એ દિલગીરીની વાત છે. બિલના ઉદ્દેશ સાથે અમે પૂરેપૂરા સહમત છીએ, અને નગરપાલિકાઓને મોટી સત્તાઓ આપવા બાબત કેટલાક સભ્યોએ ભય દર્શાવ્યો છે તેને પણ અમે બહુ મહત્ત્વ નથી આપતા. અદાલતમાં અપીલ કરવાનો અધિકાર છીનવી લેવો એ પ્રમાણમાં બહુ ગંભીર અને જોખમકારક છે. હકીકતમાં, આ જ એક એવી વસ્તુ છે જેથી આ બિલ દ્વારા આપવામાં આવેલી સત્તા ભયાનક બની શકે. અદાલત એક એવો કાયદો સહેલાઈથી ઘડી શકત, જે આ બિલના જેટલી જ અસરકારક રીતે આવશ્યક હિતોનું રક્ષણ કરી શકત, અને અદાલતમાં અપીલ કરવાનો લોકોનો અધિકાર છીનવી લેવા માટે આવા ભૂંડા અને રાજનીતિજ્ઞતા-વિહીન કાયદાનો આકાય લેવો ન પડત. તાત્કા- લિક જરૂરિયાતને કારણે બિલનો બચાવ થઈ શકે નહીં. વડા પ્રધાને કહેલું કે “સુપ્રિમ કોર્ટને કે બીજી કોઈ અદાલતને મુનસફી વાપરવાનું સોંપીએ તો પછી મુનસફી રહેતી જ નથી. આપણે મુનસફી પરવાના કાઢી આપનાર પરવાના અધિકારીને આપીએ, અને પછી એ મુનસફીનો ઉપયોગ બીજા કોઈને કરવા દઈએ એ ન બને.” આવી દલીલ એમને તથા એમના શ્રોતાગણને શોભતી નથી. વર્તમાન કાયદા હેઠળ, પરવાના અધિ- કારીઓને મુનસફી છે, પણ તેથી સુપ્રિમ કોર્ટની અંતિમ હકૂમતનો ઇનકાર નથી થતો. વળી કૉલોનિયલ સેક્રેટરીને અપીલ કરવાનો અધિકાર બિલ આપે છે, એથી પેલી દલીલ નકામી બની જાય છે; કેમ કે એ મુનસફી ખરેખર પરવાના અધિકારીને આપે છે અને પછી તે મુનસફીનો ઉપયોગ બીજા કોઈને કરવા દે છે. ગાં૨૦૧૭