પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૯૦ ગાંધીજીનો અક્ષરદેહ થયો જ નહીં. જેમિસનને પકડવામાં આવ્યો અને તેના પર કેસ ચલાવી તેને સજા કર- વામાં આવી. આ હુમલો અને બ્રિટિશ સરકારે તેનો સ્પષ્ટ રીતે વિરોધ ન કર્યો તે આગળ જતાં બોઅર યુદ્ધનાં કારણરૂપ બન્યાં. ડર્બી, અર્લ ઑફ (૧૮૨૬-૧૮૯૩) : બ્રિટિશ અમીર. તેમણે હિંદી વજીર તરીકે ૧૮૫૮માં હિન્દુસ્તાનનો કારભાર સમ્રાજ્ઞીને આધીન કરવાનું બિલ પસાર કરાવ્યું હતું. ૧૮૮૨થી ૧૮૮૫ સુધી સંસ્થાન ખાતાના પ્રધાન. ઠંડી: નાતાલનો કસબો, જુઓ પુસ્તક ૧, પા. ૨૯૩. તિલક, બાલ ગંગાધર (૧૮૫૬-૧૯૨૦): ભારતના મહાન રાષ્ટ્રીય નેતા, વિદ્રાન અને ગ્રંથકાર. તેઓ સામાન્ય રીતે લોકમાન્યને નામે ઓળખાતા હતા. ડેક્કન એજ્યુકેશન સોસાયટી પૂનાના એક સંસ્થાપક, પ્રભાવશાળી પત્રો લેમરી અને મરાઠાના સંસ્થાપક. યેસરીમાં લેખ લખીને સરકારની ટીકા કરવાને કારણે છ વરસના કારાવાસની સજા ભોગવી. કોંગ્રેસમાં હાલ પક્ષના નેતા. સુરતમાં મવાળ પક્ષ સાથે ઝઘડો થયા પછી ૧૯૧૬માં ફરીથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થયા. હોમરૂલ લીગની સ્થાપના કરી અને લખનૌના હિન્દુ મુસ્લિમ કરાર ઘડવામાં આગેવાનીભર્યો ભાગ લીધો. ૧૯૧૯ના ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા ઍક્ટ પ્રત્યે હિંદીઓના પ્રત્યાઘાત બાબત બ્રિટિશ લોકમત કેળવવા કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ઇંગ્લેંડ ગયા. ગોતરસ્ય, ધિ કોરાયન, વિલાટિ ટોમ ન વિ વેવાલ તથા અન્ય ગ્રંથોના લેખક. દાદાભાઈ નવરોજી (૧૮૨૫-૧૯૧૭): અગ્રેસર ભારતીય રાજનીતિજ્ઞ, ‘હિંદના દાદા' (ધિ ગ્રાન્ડ ઓલ્ડ મૅન ઑફ ઇન્ડિયા) કહેવાય છે. ૧૮૮૬, ૧૮૯૩ અને ૧૯૦૬માં ત્રણ વાર કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા. ૧૮૯૩માં બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય થયા અને હિંદી રાષ્ટ્રીય કોંગ્રેસની લંડનમાંની બ્રિટિશ સમિતિના મુખ્ય સભ્ય હતા. નાગપુર: પહેલાંના મધ્યપ્રદેશ–જેનો એક ભાગ હવે મુંબઈ રાજ્યમાં જોડી દેવામાં આવ્યો છે ની રાજધાની. નુત્સફર્ડ, લૉર્ડ: સંસ્થાનો માટેના મંત્રી, ૧૮૮૭–૯૨. બિન્સ, સર હેનરી (૧૮૩૭–૧૮૯૯): નાતાલના મુખ્ય રાજનીતિજ્ઞ અને વડા પ્રધાન, જુઓ પુસ્તક ૧, પા. ૨૯૪. બેનરજી, સર સુરેન્દ્રનાથ (૧૮૪૮-૧૯૨૫): હિંદના એક પ્રતિષ્ઠિત રાજનીતિજ્ઞ; જુઓ પુસ્તક ૧, પા. ૨૯૫. બૉમ્બે પ્રેસિડન્સી ઍસોસિયેશન: ૧૮૮૫માં મુંબઈમાં સ્થપાયેલી સંસ્થા. તેનો ઉદ્દેશ “સર્વે ઉચિત અને બંધારણીય ઉપાયો વડે લોકહિતાની હિમાયત અને વૃદ્ધિ” કરવાનો હતો. બ્રિટિશ સમિતિ, રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસની, લંડન: સર વિલિયમ વેડરબર્નના પ્રમુખપણા નીચે ૧૮૮૯માં રચવામાં આવી. દાદાભાઈ નવરોજી, ડબલ્યુ. એસ. કેન, વિલિયમ ડિગ્બી, અને જે. ઈ. એલિસ તેના મૂળ સભ્યોમાં હતા. તેનો એક મુખ્ય ઉદ્દેશ “બ્રિટિશ મજૂર વર્ગ, જેના હાથમાં રાજકીય સત્તા મોટા પ્રમાણમાં આવી ગઈ હતી, તેને ઇંગ્લંડની હિંદ પ્રત્યેની ફરજ પ્રત્યે જાગ્રત કરવાનો હતો.”