પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદી રૈયતને પડતાં કષ્ટ વિશે નોંધ નાતાલુ નાતાલ સ્વાયત્ત બ્રિટિશ સંસ્થાન છે, અને ઈ. સ. ૧૮૯૩થી જવાબદાર સરકાર ધરાવે છે. સપ્ટેમ્બર ૧૮૯૩ પહેલાં એ તાજનું સંસ્થાન હતું. એનું બંધારણ હિંદી ધારાસભાઓથી બહુ જુદું ન હતું. તેની ધારાસભામાં ૧૨ ચૂંટાયેલા અને ૪ સરકાર નિયુક્ત કારોબારી સભ્યો હતા તથા તાજના પ્રતિનિધિ તરીકે ગવર્નર રહેતો. ૧૮૯૩માં જવાબદાર રાજતંત્ર આપવામાં આવ્યું, જેથી એક ઉપલી અને એક નીચલી એમ બે ધારાસભાઓ અમલમાં આવી. ઉપલી સભા લેજિસ્લેટિવ કાઉન્સિલ કહેવાય છે અને તેમાં સંસ્થાનના નામદાર ગવર્નર સાહેબના નીમેલા ૧૧ સભ્યો હોય છે. લેજિસ્લેટિવ ઍસેમ્બ્લી નામે ઓળખાતી નીચલી સભામાં ૩૭ ચૂંટાયેલા સભ્યો હોય છે, જેમને કાયદેસરની લાયકાત ધરાવનાર વસાહતીઓ ચૂંટે છે. આ લાય- કાતનું વર્ણન આગળ કરવામાં આવશે. બ્રિટિશ પ્રધાનમંડળના નમૂના પર રચાયેલું પાંચ સભ્યોનું ખસેડી શકાય તેવું એક પ્રધાનમંડળ હોય છે. સર જૉન રૉબિન્સન હાલ વડા પ્રધાન છે, અને માનનીય શ્રી હેરી એકમ્બ કયૂ. સી. હાલના ઍટર્ની જનરલ છે. આ રાજ્યબંધારણના કાયદામાં કહેવામાં આવ્યું છે કે જે કાયદો અમુક વર્ગોને જ લાગુ પડતો હશે તથા બિનયુરોપી બ્રિટિશ રૈયતના હકો પર કાપ મૂકતો હશે તે પસાર થશે છતાં તેનો અમલ નહીં કરી શકાય, સિવાય કે નામદાર સમ્રાજ્ઞીની તેને મંજૂરી મળે. તાજ તરફથી ગવર્નરને આપવામાં આવેલી સૂચનાઓમાં પણ આવી પ્રતિબંધક કલમો હોય છે. ૩૯ નાતાલનું ક્ષેત્રફળ ૨૦,૮૫૧ ચોરસ માઈલ છે, અને છેલ્લી વસ્તીગણતરી મુજબ તેમાં ૫૦,૦૦૦ યુરોપિયન, ૪,૦૦,૦૦૦ આદિવાસી અને આશરે ૫૧,૦૦૦ હિંદીઓ છે. ૫૧,૦૦૦ હિંદીઓમાં ૩૦,૦૦૦ ગિરમીટ-મુક્ત હિંદીઓ જે ગિરમીટની મુદત પૂરી કર્યા પછી સંસ્થાન- માં ઘરનોકર, નાના ખેડૂત, શાકભાજીના ફેરિયા, ફળફળાદિવાળા, સોની, કારીગરો, નાના દુકાનદાર, શાળાશિક્ષકો, ફોટોગ્રાફરો, વકીલના ગુમાસ્તા વગેરેના જુદા જુદા કામમાં રોકાયેલા છે. ૧૬,૦૦૦ની ગિરમીટની મુદત ચાલુ છે; અને ૫,૦૦૦ વેપારીઓ પોતાને ખર્ચે સંસ્થાનમાં આવેલા છે તેઓ કાં તો વેપાર કરે છે અગર પેઢીઓમાં ગુમાસ્તાગીરી કરે છે. આ વેપારીઓનો ધંધો ઝૂલુ અગર કાફિર તરીકે ઓળખાતા દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓને લાયકના કાપડ વગેરેનો તથા હિંદી લોકને લાયકની લોખંડ ધાતુની વસ્તુઓ, કાપડ, તેમ જ કરિયાણા વગેરેનો છે. હિંદીઓ માટે કાપડ તથા કરિયાણું મુંબઈ, કલકત્તા અને મદ્રાસથી મંગાવવામાં આવે છે. સ્વતંત્ર તથા ગિરમીટિયા હિંદીઓ મદ્રાસ અને કલકત્તાથી આવેલા છે અને લગભગ સરખા ભાગે વહેંચાયેલા છે. નાતાલની નીચલી ધારાસભાના સભ્ય મિ. ગારલૅન્ડના કહેવા મુજબ જ્યારે “સંસ્થાનનું અસ્તિત્વ ડામાડોળ હતું” ત્યારે હિંદમાંથી મજૂરો લાવીને તેમનો આશ્રાય લેવામાં આવેલો. ગિરમીટની શરતો ટૂંકાણમાં આ હોય છે. ગિરમીટદારે પોતાના શેઠને ત્યાં પાંચ વરસ સુધી કામ કરવું જોઈશે; પહેલે વર્ષે માસિક ૧૦ પાઉન્ડ પગાર મળશે ને દરેક વરસે તેમાં એકેક પાઉન્ડનો વધારો થતો જશે, તે ઉપરાંત ગિરમીટના સમય દરમિયાન ખોરાક, કપડાં ને રહેવાની જગ્યા મળશે, તેમ જ નાતાલ આવવાનું પ્રવાસભાડું માલિક ભોગવશે. પહેલાં પાંચ વર્ષ વીત્યા બાદ જો સંસ્થાનમાં ગિરમીટમુક્ત મજૂર તરીકે નોકરી કરે તો તેને તથા બૈરીછોકરાં હોય તો તેમને હિંદ પાછા ફરવાનું ભાડું મેળવવાનો અધિકાર રહેશે. આ હિંદી મજૂરોને શેરડીનાં ૧. આ દેખીતી ભૂલ છે. અહીં રિલિંગ હોવું ોઇએ.