પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૪૦ ગાંધીજીનો અક્ષરદેહ ખેતરો તથા ચાના બગીચાઓમાં કામ કરવા અને હબસી મજૂરો, જેઓ કામમાં બેદરકાર અને અસ્થિર હોય છે, તેમની જગ્યા પૂરવા લાવવામાં આવ્યા છે. સરકાર પણ તેમને રેલવે ખાતામાં તથા સંસ્થાનના સફાઈ કામમાં મોટી સંખ્યામાં રોકે છે. વસાહતીઓએ શરૂઆતમાં હિંદી મજૂરો લાવવાના ખર્ચ માટે રૂ. [પાઉન્ડ] ૧૦,૦૦૦ની મદદ આપીને વસાહતના ખાંડ તથા ચાના ઉદ્યોગોને મદદ કરી હતી. જવાબદાર સરકારે લગભગ પહેલું કામ આ મદદ બંધ કરવાનું કર્યું. તેમનું કહેવું હતું કે હવે આ ઉદ્યોગોને આવી મદદની જરૂર નથી રહી. નાતાલમાં પહેલી ફરિયાદ – મતાધિકાર તા. ૧૫ જુલાઈ, ૧૮૫૦ની શાહી સનદ અનુસાર દક્ષિણ આફ્રિકાનો આદિવાસી ન હોય એવો પુખ્ત વયનો પુરુષ જે ૫૦ પાઉન્ડની કિંમતની મિલકત ધરાવતો હોય અગર તો એવી મિલકતનું વાર્ષિક ૧૦ પાઉન્ડ ભાડું આપતો હોય તેને મતદારોની યાદીમાં પોતાનું નામ દાખલ કરાવવાનો હક છે. આદિવાસી મતાધિકારને લગતો અલગ કાયદો છે. તે કાયદા અનુસાર આદિવાસીએ, બીજી કેટલીક બાબતો ઉપરાંત, અમુક મતદાર વિભાગમાં બાર વરસ વસવાટ કર્યો હોવો જોઈએ. અને સંસ્થાનના આદિવાસી માટેના કાયદામાંથી મુક્તિ મેળવેલી હોવી જોઈએ. સંસ્થાનના સામાન્ય મતાધિકાર કાયદા અનુસાર એટલે કે ઉપરોક્ત શાહી સનદ અનુસાર ૧૮૯૩ની સાલ સુધી અને તે પછી પણ બ્રિટિશ રૈયત તરીકે હિંદીઓ મતાધિકારના પૂરા હક ભોગવતા હતા. ૧૮૯૪માં જવાબદાર સરકાર હેઠળ બીજી ધારાસભાએ ૧૮૯૪નો કાયદો નં. ૨૫ પસાર કર્યો. એ કાયદા અનુસાર એશિયાના વતનીઓ તથા તેમનાં સંતાનને કોઈ પણ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવવા અપાત્ર ઠરાવવામાં આવ્યાં; ફક્ત જેમનાં નામ પહેલેથી યોગ્ય રીતે કોઈ મતદાર પત્રકમાં દાખલ થઈ ચૂકયાં હતાં તેમને એમાંથી મુક્ત રાખવામાં આવ્યા. એ કાયદાના આમુખમાં જણાવવામાં આવ્યું હતું કે આ લોકોને મતાધિકાર હકોનો પરિચય નથી. આવો કાયદો પસાર કરવાનું ખરું કારણ તો હિંદીઓનું સ્થાન ઉતારી પાડવાનું અને ક્રમશ: એમને દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓની કોટિમાં લાવી મૂકવાનું હતું, જેથી ભવિષ્યમાં આ પ્રદેશમાં કોઈ પ્રતિષ્ઠિત હિંદીને રહેવું અશકય થઈ જાય. આથી નીચલી ધારાસભા સમક્ષ એક વિનંતીપત્ર રજૂ કરીને પ્રતિનિધિ સંસ્થાઓનો હિંદીઓને પરિચય નથી એ અભિપ્રાયનો વિરોધ કરવામાં આવ્યો. તેમાં બિલ પાછું ખેંચી લેવાની અગર તો હિંદીઓ મતાધિકારનો ઉપયોગ કરવા લાયક છે કે નહીં તેની તપાસ કરવાની માગણી કરવામાં આવી. (બિડાણ ૧, પરિશિષ્ટ ૧. )1 એ વિનંતીપત્રનો અસ્વીકાર થયો. જ્યારે ઉપલી ધારાસભા સમક્ષ એ બિલ આવ્યું ત્યારે બીજું ‘વિનંતીપત્ર મોકલવામાં આવ્યું. તેનો પણ અસ્વીકાર થયો ને બિલ પસાર થયું. (બિડાણ પરિશિષ્ટ ૨.) પરંતુ બિલ અમલમાં આવે તે પહેલાં તેને સમ્રાજ્ઞીની મંજૂરી મળવી જોઈએ. હિંદી કોમે નામદાર સમ્રાજ્ઞીના સંસ્થાન ખાતાના મુખ્ય મંત્રીને વિનંતીપત્ર મોકલ્યું અને તેમાં આ બિલ સામે વાંધો ઉઠાવીને બિલ નામંજૂર કરવા અગર ઉપર દર્શાવેલા સ્વરૂપની તપાસ કરવા વિનંતી કરી. એ વિનંતિપત્રમાં લગભગ ૯,૦૦૦ હિંદીઓએ સહી કરી હતી. (બિડાણ ૧.)૩ ૧. જીએ પુસ્તક ૧, પા. ૬૯૭૩. ૨. જીએ પુસ્તક ૧, પા. ૭૮–૯. ૩. જીએ પુસ્તક ૧, પા. ૮૭-૯૪.