પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૬૪ ગાંધીજીનો અક્ષરદેહ અરજને જાહેર પ્રજાએ ટેકો આપ્યો છે. એ અરજ મંજૂર કરાવવા અમે નવા પ્રયાસ આદરીએ તેમાં જાહેર પ્રજા અમને ફરીથી ટેકો આપશે એવો વિશ્વાસ રાખીએ? [મૂળ અંગ્રેજી] fષ ટામ્સ ઑા ફૅન્ડિયા, ૨૦–૧૦–૧૮૯૬ પ્રોફેસર ગોખલે પૂના સાહેબ, ૬. ગેાપાળ કૃષ્ણ ગાખલેને પત્ર આપનો ઇત્યાદિ મા. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] મૂળની છબી પરથી, એસ. એન. ૩૭૧૬. બકિંગહામ હોટેલ, મદ્રાસ ઑકટોબર ૧૮, ૧૮૯૬ દક્ષિણ આફ્રિકાવાસી હિંદીઓના પ્રશ્ન બાબત બીજાં કેટલાંક કાગળિયાં શ્રી સોહનીને આપતો જઈશ એમ મેં કહેલું. દિલગીર છું કે હું એ તન ભૂલી ગયો. હવે હું એ બુક પોસ્ટથી મોકલું છું, ને આશા રાખું છું કે એ કંઈક ઉપયોગી નીવડશે. અમારા કાર્ય અર્થે હિંદમાં સક્રિય, પ્રતિષ્ઠિત કાર્યકરોની એક સિમિતની ખાસ જરૂર છે. આ પ્રશ્ન દક્ષિણ આફ્રિકાના હિંદીઓને જ નહીં, પણ હિંદ બહાર દુનિયાના કોઈ પણ ભાગમાં વસતા હિંદીઓને સ્પર્શે છે. ઑસ્ટ્રેલિયા ખંડનાં સંસ્થાનો દુનિયાના એ વિભાગમાં પ્રવેશતા હિંદીઓને રોકવા માટે કાયદા ઘડવાની તજવીજમાં છે, એ બાબતનો તાર આપે વાંચ્યો જ હશે. એ કાયદાને શાહી સંમતિ મળે એવી પૂરી શકયતા છે. આપણા મોટા પુરુષો વગર વિલંબે આ પ્રશ્ન ઉપાડી લે એવી વિનંતી છે. નહીં તો, ઘણા થોડા જ સમયમાં હિંદીઓ માટે હિંદ બહાર જઈ સાહસ કરવાનું બંધ થઈ જશે. મારો નમ્ર અભિપ્રાય છે કે આ તારની બાબતમાં કલકત્તા ખાતે વડી ધારાસભા ( ઇમ્પિરિયલ કાઉન્સિલ )માં તેમ જ હાઉસ ઑફ કૉમન્સ (ઇંગ્લંડની આમસભા )માં પ્રશ્ન પુછાવા જોઈએ. ખરું જોતાં, આ બાબતમાં હિંદ સરકારના ઇરાદા વિશે તરત પૂછપરછ થવી જોઈએ. મારી વાતચીતમાં આપે ઉષ્માભર્યો રસ દર્શાવ્યો હતો એ ઉપરથી હું ઉપરનું લખવાને પ્રેરાયો છું. સાહેબ, આપનો આજ્ઞાધીન, મો. ક. ગાંધી ૧. મદ્રાસ જતાં માર્ગમાં ગાંધીજી ગેપાળ કૃષ્ણ ગેાખલેને પૂનામાં મળ્યા હતા. જીએ પા. ૧૦૩. ૨. વાઈસરાયની લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ગામલે સભ્ય હતા.