OR
સોમનાથ મહારાજનો મુકદ્મો મિ. કૉલિન્સ – આપણી પાસે પરવાના અધિકારીઓનાં કારણો આવ્યાં છે? નગરપતિ – તા. ૩ મિ. ટ્રેલર – હું નથી માનતો કે પરવાના અધિકારીએ કારણો આપવાં જોઈએ, સિવાય કે પરિષદના સભ્યોના મોટા ભાગે તેમ કરવાની વિનંતી કરી હોય. આપણે તો અત્યારે એ જ નક્કી કરવાનું છે કે આપણે પરવાના અધિકારીનો નિર્ણય મંજૂર રાખવો છે કે નહીં. હું ઠરાવ મૂકું છું કે આપણે મંજૂર રાખવો. મિ. હેનવૂડે ઠરાવને ટેકો આપ્યો. મિ. કૉલિન્સે સુધારાનો ઠરાવ મૂકયો કે, પરવાના અધિકારીને પોતાનાં કારણો આપવા વિનંતી કરવી. મિ. એલિસ બ્રાઉને ટેકો આપ્યો અને કહ્યું કે કારણો મેળવવાનું વધારે સંતોષકારક થઈ પડશે. સુધારો ચાર વિરુદ્ધ ત્રણ મતે ઊડી ગયો. મિ. કૉલિન્સે કહ્યું કે આથી એક પ્રણાલિકા ઊભી થાય છે, અને મને લાગે છે કે આપણે એક અનિચ્છનીય પ્રણાલિકા પાડી રહ્યા છીએ. અલબત્ત, એક દાવામાં જે થયું તે બધામાં જ થવું જોઈએ. એટલે આ સંજોગો હેઠળ મને ઠરાવની વિરુદ્ધ મત આપવાની ફરજ પડે છે. નગરપતિએ કહ્યું કે પરિષદે બહુમતીથી નક્કી કર્યું છે કે પરવાના અધિકારીને કારણો ન પૂછવાં. ત્યાર પછી મૂળ ઠરાવ પર મતગણતરી થઈ, તે પસાર થયો અને એ મુજબ પરવાના અધિકારીના નિર્ણયને બહાલ રાખવામાં આવ્યો. પાછળથી થયેલી અપીલ [માર્ચ ૨, ૧૮૯૯] સોમનાથ મહારાજ નામના એક હિંદીએ નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના ઉમગેની રોડ પર આવેલા મકાનમાં વેપાર કરવાનો પરવાનો ન મળ્યો તેની સામે અપીલ કરી હતી. મિ. ગાંધી જેઓ અરજદાર અને મકાનમાલિકો તરફથી ઊભા રહ્યા હતા તેમણે કહ્યું કે ૪ પરવાના અધિકારીએ પરવાનો આપવાની ના પાડી તેનાં કારણો આપવા મેં ટાઉન ક્લાર્કને લખ્યું હતું. પરંતુ મને કહેવામાં આવ્યું કે કારણો આપી શકાશે નહીં. નગરપતિના એક સવાલના જવાબમાં મિ. ગાંધીએ કહ્યું કે એ મિલકતના માલિકો નાતાલ ઇન્ડિયન કોંગ્રેસના ટ્રસ્ટીઓ છે. ફરીથી દલીલો શરૂ કરતાં મિ. ગાંધીએ કહ્યું કે મેં ટાઉન કલાર્ક પાસે એ નોંધના કાગળોની નકલ પણ માગી હતી, પરંતુ મને કહેવામાં આવ્યું હતું કે એ મળી શકશે નહીં. મારો દાવો એવો છે કે કાયદા અનુસાર મને તે મળવી જોઈએ. કારણ કે અપીલના દાવાના કામકાજ અંગેના ૧. ૩૦ માર્ચ ૧૮૯૮ના ધિ નાતાજી પગારમાં આવ્યું છે કે આ અપીલની સુનાવણી આગલે દિવસે થઈ હતી.