OR
કરે ગાંધીજીનો અક્ષરદેહ સામાન્ય કાયદાઓ આ ટ્રિબ્યુનલને પણ લાગુ પડે છે. અને કારણો મેળવવાનો પણ મને હક છે. કાયદામાં એવું કશું જ નથી કે જેથી કાર્યવાહીના સામાન્ય નિયમોને ઉલટાવવા પડે. કાયદાના અગિયારમા ખંડમાં એ કાયદા મુજબ ઘડવામાં આવેલા નિયમો આપવામાં આવ્યા છે. પણ એ નિયમો બંધારણ પ્રમાણેના છે કે કેમ તેની મને ખબર નથી. હું આ ધારો વાંચી સંભળાવવા માગતો નથી. કારણ કે મને લાગે છે કે જો અપીલ કરવાનો હક આપવામાં આવે તો એ માટેના સામાન્ય કાયદા પ્રમાણે જ એ અપીલોનું કામકાજ ચાલવું જોઈએ. આ તો સામાન્ય સમજની વાત છે. જો એમ ન હોય તો તો એનો અર્થ એવો થાય કે કાયદાએ પ્રજા- જનને એક હાથે અધિકાર આપીને બીજે હાથે લઈ લીધો. કારણ કે જો એ નગર પરિષદને અપીલ કરે અને એને એ વાતની ખબર ન હોય કે શા માટે એને પરવાનો આપવામાં ન આવ્યો અને એને અરજીની નોંધ પણ મળી શકે નહીં તો પછી ખરેખર તો એને અપીલનો જ ન મળ્યો કહેવાય. જો એને અપીલ કરવાની પરવાનગી આપવામાં આવી હોય તો કામકાજની પૂરી નોંધ મેળવવાનો એને ચોક્કસ હક હોવો જ જોઈએ, અને જો તેવી પર વાનગી ન આપવામાં આવી હોય તો પછી એ એક પરદેશી છે. શું આ પરિષદ એવો નિર્ણય કરવા માગે છે કે જે માણસની પોતાની મોટી મિલકત જેખમમાં હોય તે માણસ પ્રજાજન નથી? એને કહેવામાં આવ્યું: “તમે અહીં આવી શકો છો. અને જે કહેવું હોય તે કહી શકો છો; પણ તે દાવાની વિગતો જાણ્યા વગર” અને તે આપની સમક્ષ એ રીતે આવ્યો છે. પણ જો કોઈ કારણો હોય તો એ જાણીને તેને નવાઈ જ લાગવાની અને સ્વચ્છતા નિરી- ક્ષકનો જો કોઈ અહેવાલ હોય તોપણ એ માણસ અહીં એ પહેલી વખત જ જાણવાનો. હું એ કહેવા માગું છું કે પરિષદના કામકાજની નોંધની નકલ મેળવવાનો અપીલ કરનારને હક છે અને કારો મેળવવાનો પણ હક છે અને જો એવા હક ન હોય તો પછી તેને અપીલનો અધિકાર જ નથી મળતો. મારો અસીલ એક નાગરિક છે અને એ રીતે પરિષદ તરફથી એક નાગરિકને મળવા જોઈતા માનનો હકદાર છે. તેને બદલે લગભગ આખી સુધરાઈનું તંત્ર તેની સામે થયું, અને પરવાનો ન મળ્યો તેનાં કારણોનું એને અનુમાન જ કરવું પડયું, અને પરિષદ પાસે આવવું પડયું અને શકય છે કે પુષ્કળ પૈસા ખરચ્યા પછી કદાચ એને એમ જ કહેવામાં આવે કે પરવાના અધિકારીના નિર્ણયને મંજૂર રાખવામાં આવે છે. શું બ્રિટિશ બંધારણ મુજબ આને અપીલ કહેવાય ? મિ. ઈવાન્સ —આ અરજદાર પાસે પહેલાં પરવાનો હતો? નગરપતિ — સંસ્થાનના બીજા ભાગમાં એ એક દુકાન ચલાવતો હતો, પણ ડર- બનમાં તે ત્રણ જ મહિનાથી આવ્યો છે. મિસ્ટર કૉલિન્સે કહ્યું કે મિ. ગાંધી એક કાનૂની મુદ્દા અંગે આપણો નિર્ણય માગે છે. આ અદાલત કાયદાના જાણકારોની અદાલત નથી, એટલે મને ખાતરી નથી કે આપણે આપણા કાયદાના સલાહકારને પૂછયા વગર જવાબ આપી શકીએ કે નહીં. કાયદા પ્રમાણે તો પરિષદ પરવાના અધિકારી પાસે લેખિત કારણો માગી શકે. પણ મારે કબૂલ કરવું જોઈએ કે આ બાબતનો કાયદો મને પસંદ નથી. કારણ કે મારા મત મુજબ એમાં ખરો ન્યાય જળવાતો નથી. ગમે તેમ, પણ કાયદાનું પાલન તો કરવું જ જોઈએ. પરંતુ કાયદામાં જ તેનો ઉપાય છે જે વડે મને જે અન્યાય લાગે છે તેને પરિષદ સુધારી