પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
ઇન્દ્રજાળ વિદ્યા.

આશા કેવી રીતે સિદ્ધ થઈ શકે વારુ ? મારી એવી ધારણા છે - અરે ધારણા નહિ, પણ મારો નિશ્ચય છે કે, માત્ર એક કે બે દિવસમાં જ બહુધાઃ– એટલું બોલીને તે અર્ધ વાક્યમાં જ વિરામી ગઈ અને બીજો મનુષ્ય સ્પષ્ટતાથી જોઈ શકે તેવી રીતે તેણે જાણે પોતાના સુકોમલ શરીરપર રોમાંચ ઊભાં થયા હોયની તેવો પૂરેપૂરો આવિર્ભાવ કરી બતાવ્યો - સ્ત્રી ચરિત્રની એક સંપૂર્ણ ભૂમિકા ભજવી બતાવી.

રાક્ષસે એ આવિર્ભાવને જોઈને તેને ઘણી જ ઉત્સુકતા અને ચિંતાના ભાવથી કહ્યું કે, “ શું શું ? માત્ર એક કે બે દિવસમાં જ બહુધા શું થવાનું છે?”

“શું કહું, આર્યશ્રેષ્ઠ ! મારા ધારવા પ્રમાણે તો મુરાદેવી પોતાને વિધવા નામથી ઓળખાવવા માટે ઘણી જ ઉત્સુક થએલી છે. કોઈ ઉપવર કુમારિકા વિવાહ માટે પણ જેટલી ઉત્સુક નહિ હોય, તેટલી એ વૈધવ્ય માટે આતુર થએલી દેખાય છે.” સુમતિકાએ આલંકારિક શબ્દોમાં પોતાનો મનેાભાવ જણાવ્યો.

“તારા કહેવાનો ભાવાર્થ શો છે? સુમતિકે ! આવા માર્મિક શબ્દોનો પ્રયેાગ કરવાને બદલે જે હોય, તે ખુલ્લે ખુલ્લું જ જણાવી દેને.” અમાત્યે કહ્યું.

“ખુલ્લે ખુલ્લું શું જણાવું ? સ્પષ્ટ બોલાવાનો સમય આવતાં પહેલાં તો વિઘ્ન આવી પડ્યું, એટલે સ્પષ્ટ બોલું કેવી રીતે ?” સુમતિકાએ પાછી વાતને ઉડાવી.

“સુમતિકે! જો મહારાજ માટે તારા હૃદયમાં કાંઈ પણ પ્રેમ હોય, તો પોતાના શિરે આવનારા સંકટની પરવા ન કર. તું પાછી મુરાના મંદિરમાં જા અને તેના કોપને શમાવ. એવી રીતે પાછો તેનો વિશ્વાસ મેળવીને શો ભયંકર પ્રકાર છે, તે મને આવીને જણાવ.” અમાત્ય રાક્ષસે પુનઃ તેને સાહસ કરવાની આજ્ઞા કરી.

સુમતિકા પાછી જાણે ગભરાઈ ગઈ હોયની ! તેવા ભાવથી કહેવા લાગી, “આર્ય ! આપની આજ્ઞાને અનુસરીને હું પાછી ત્યાં જઈશ ખરી; પણ હવે એ રહસ્ય જાણવા માટેનો અવકાશ ક્યાં છે ? જે કાંઈ પણ ભયંકર કૃત્ય થવાનું છે, તે તો માત્ર એક કે બે દિવસમાં જ થઈ જશે. હું ત્યાં જઈશ, એટલે પાછી હું બહાર જઈને ચાડી ચુગલી કરીશ, એવી શંકાથી મને તો મુરાદેધી તે કારાગૃહમાં જ નાંખવાની – કોઈ કાળે પણ છૂટી છોડશે નહિ. આપને જો કાંઈ પણ ઉપાય કરવાનો હોય, તો તે બને તેટલી ઉતાવળથી જ કરવો જોઈએ. એ હેતુથી જ હું આપ પાસે આવેલી છું.