પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૫
ભત્રીજો કે પુત્ર ?


"ત્યારે શું મારા પુત્રનો તે વેળાએ ઘાત નથી થયો ?” મુરાએ પૂછ્યું.

“ના; તે જીવતો છે, એમ સિદ્ધ કરી બતાવવા હું તૈયાર છું.” ચાણક્યે કહ્યું.

મુરાદેવી આશ્ચર્યથી સ્તબ્ધ બની ગઈ જાણે ચાણક્યનાં વચનોનું તેને જ્ઞાન જ થતું ન હોય, તેવો તેના મુખમંડળમાં ભાસ થવા લાગ્યો. તેણે એકાએક ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો કે, “વારુ ત્યારે તે અત્યારે ક્યાં છે?”

“પ્રસ્તુત પળે પાટલિપુત્રમાં છે અને તારા સાંનિધ્યમાં જ છે - તે જ તારો....….”

“શું કહો છો? મારો પુત્ર મુઓ નથી? તે પાટલિપુત્રમાં છે? આર્ય ચાણકય, મને આમ સંદેહમાં ન રાખો. જે કહેવાનું હોય તે સ્પષ્ટ કહી દ્યો.” મુરાદેવી વચમાં જ બોલી ઊઠી.

“દેવિ ! હવે વધારે સ્પષ્ટ તે શું કહું ? તને હજી તર્ક નથી થતો ?”

“જોકે મારા હૃદયમાં તર્ક તો થયો છે, પણ તે સત્ય હશે, એની ખાતરી શી રીતે થાય ?” મુરાએ ચાણક્યને ઉત્તર આપ્યું.

“આપણો તર્ક ખરો કે ખેાટો હોય તો તેની મન જ સાક્ષી આપે છે.”

“અદ્યાપિ મારા મને તો એવી પ્રતીતિ આપી નથી.” મુરાએ કહ્યું.

“યત્ન કર્યા વિના પ્રતીતિ કેવી રીતે થઈ શકે?” ચાણક્ય બોલ્યો.

“ત્યારે શું ચન્દ્રગુપ્ત મારો પુત્ર છે? જેનો જન્મ થતાં જ મારો કારાગૃહમાં વાસ થયો હતો અને જેનો નાશ કરવાની મહારાજે આજ્ઞા આપી હતી, તે મારો પુત્ર અદ્યાપિ જીવતો છે ? તે એ જ ચંદ્રગુપ્ત કે? આર્ય ચાણક્ય ! મને આપ બનાવતા તો નથી ને? હું તમારાં કારસ્થાનોમાં અનુકૂલ રહું, એવા હેતુથી તો આ કલ્પના કરવામાં નથી આવીને ! એ ચન્દ્રગુપ્ત મારો પુત્ર ? આશ્ચર્ય !” મુરાદેવીએ અત્યંત આશ્ચર્યથી કહ્યું.

“હા-હા-જો એને ધનાનન્દે મારાઓના હાથમાં સોંપ્યો ન હોત, તો આજે જે યૌવરાજ્ય સુખનો અનુભવ લેતો હોત, તે જ તારો પુત્ર એ ચન્દ્રગુપ્ત ! મુરાદેવિ! તારા અને એના સ્વરૂપમાં રહેલા સામ્યને તું જોઈ નથી શકતી કે શું ? એને જોતાં કોઈ દિવસે તારા હૃદયમાં પુત્રવાત્સલ્યનો ભાવ થાય છે ખરો કે નહિ ? તેં પોતે જ એ વિષે મને પૂછ્યું હોત, પણ તને તેવો પ્રશ્ન પૂછવાનો પ્રસંગ ન આપવા માટે જ એને મેં તારા ભત્રીજા તરીકે એાળખાવ્યો હતો. કારણ કે ભત્રીજો કહેવાથી તારા અને એના રૂપમાં આટલું બધું સામ્ય છે, તે વિષે કોઈને આશ્ચર્ય થવાનો સંભવ નહોતો; પરંતુ