પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


એવો નિશ્ચય કરીને શાકલાયને સંવાહકને પાછો બોલાવ્યો, અને તેને પોતાનો બધો મનોભાવ કહી સંભળાવ્યો. સંવાહકને તેનો એ વિચાર ઘણો જ પસંદ પડ્યો. તેણે તેને સંવાહકનો વેશ લેવાની જ સૂચના કરી. એ વેશ લેતાં પ્રથમ તે શાકલાયનનું મન ઘણું જ અચકાયું – પોતે જાતિનો બ્રાહ્મણ હોવાથી એક નીચ સંવાહકના વેશમાં ક્યાંય પણ જવાનું તેને ઉચિત ભાસ્યું નહિ. પરંતુ રાજકીય પ્રકરણમાં એકવાર પ્રવેશ કર્યો, એટલે પછી સર્વ પ્રકારના પ્રતિબંધો અને સર્વ પ્રકારના સંકોચો દુર જ કરવા જોઈએ, એ નીતિને અનુસરીને જ આ પ્રસંગે તેણે વર્તન કરવાનો નિશ્વય કર્યો. અર્થાત્ શાકલાયને સંવાહકના ઉપદેશને માન્ય કરીને તત્કાળ પોતે વેશ બદલવાની તૈયારી કરી. બીજા કોઈના મનમાં કોઈ પણ જાતની શંકા આવવા ન પામે, તેટલા માટે તે સંવાહક પોતામાંના એક બીજા સંવાહકને બોલાવી આવ્યો અને તેને શાકલાયનના ઉતારામાં બેસાડ્યો. તેનાં વસ્રો શાકલાયને પહેર્યા અને એક ખરો અને બીજો ખેાટો એવી રીતે બે સંવાહકો ઘરમાંથી બહાર નીકળ્યા. તેઓ જ્યાં રાક્ષસનો નિવાસ હતો, ત્યાં જઈ પહોંચ્યા.

સંવાહકના વેશમાં આવેલા શાકલાયનની અને રાક્ષસની પરરપર મુલાકાત થઈ. તેમનું જે ભાષણ થયું, તે ઘણું જ રહસ્યમય અને મનોરંજક હતું. રાક્ષસના મંત્રિત્વનું મૂલ્ય એથી શાકલાયનને સારીરીતે જણાયું.

—₪₪₪₪—


પ્રકરણ ૩૯ મું.
રાક્ષસ અને શાકલાયન.

દ્યાપિ રાક્ષસે પાટલિપુત્રનો ત્યાગ કર્યો નહોતો, એટલું જ નહિ, પણ તે ધૈર્યથી પાછો પોતાનાં સ્ત્રી અને બાળકોને લઈને પોતાના જ ઘરમાં જઈ રહ્યો હતો. ચન્દનદાસને જે સમયે ચન્દ્રગુપ્તે છોડી દીધો, તે સમયે જ રાક્ષસ પૂર્ણપણે જાણી ગયો હતો કે, “મને ખુલ્લી રીતે મારી નાંખવાની એમની હિંમત છે નહિ, અને બીજા પ્રકારે મને કષ્ટ આપવાની એમની ઇચ્છા નથી, કિંવા એમનાથી એ કાર્ય થવું શક્ય નથી. મારા માટે લોક્પ્ના મનમાં તો એમણે વિપરીત ભાવ ઠસાવી દીધો છે; પરંતુ લોકમત સર્વદા લક્ષ્મી પ્રમાણે કિંવા તો અસ્તાચલમાં જતા સૂર્યથી રંજિત થયેલા મેધ પ્રમાણે ક્ષણિક હોય છે. હું જો આવી જ દૃઢતાથી રહીશ, તો અવશ્ય લોકો મને અનુકૂલ થશે અને નન્દવંશની હું પુનઃ પાટલિપુત્રના સિંહાસને સ્થાપના કરીશ. વિરુદ્ધ પક્ષે જો હું અહીંથી