પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૧
રાક્ષસ અને શાકલાયન.


“અમાત્યરાજ ! જો કે હું રાજપુરુષ છું ખરો, પણ અત્યારે એક સાધારણ મનુષ્ય પ્રમાણે જ મારા સ્વામીના કાર્ય માટે આવેલો છું.” શાકલાયને ઉત્તર આપ્યું.

“તે કાર્ય શું છે ? અને આપનો સ્વામી કોણ ? આપે બધું ભાષણ વિશ્વાસપૂર્વક જ કરવું, એવી મારી સૂચના છે.” રાક્ષસે કહ્યું.

“હવે તો હું વિશ્વાસપૂર્વક જ બોલવાનો. પર્વતેશ્વરનો પુત્ર જે મલયકેતુ તેનો હું - નહિ - તેના તરફથી જ હું આવેલો છું.” ઉત્તરમાં શાકલાયન જરા અચકાયો.

આપણાથી આ કાંઈક છૂપાવવા માગે છે, એ રાક્ષસ તત્કાળ જાણી ગયો, પરંતુ તેવો ભાવ ન દેખાડતાં તે બોલ્યો કે, “આપ તેના તરફથી આવેલા છો ? હા-હા-શાકલાયન નામનો કોઈ મંત્રી તેના તરફથી અહીં આવવાના સમાચાર મારા જાસૂસોએ મને આપ્યા હતા. શું તેના પિતાને પ્રપંચથી અહીં બોલાવીને મેં કારાગૃહમાં નખાવ્યો, એ માટે મલયકેતુના મનમાં કાંઈ પણ સંતાપ નથી થયો ? કે તેણે મને પકડી જવા માટે આપને અહીં મોકલ્યા છે ?”

“ના-ના-અમાત્યરાજ ! હવે એમ બોલવાની કશી પણ આવશ્યકતા નથી. મલયકેતુને આ૫નાપર કોપ છે, એ વાત જો કે ખરી છે; અને તેમ થાય એ સ્વાભાવિક છે; પરંતુ મારા પાટલિપુત્રમાં આવ્યા પછી મને જે જે માહિતીઓ મળી છે, તેના આધારે હું કહી શકું છું કે, પર્વતેશ્વર મહારાજને અહીં બોલાવી મગાવવામાં અને તેમને કારાગૃહમાં નાંખવામાં આપનો જરા જેટલો પણ હાથ હતો નહિ. એ બાબતની ખાત્રી થવાથી જ હું આપને મળવાને આવેલો છું.” શાકલાયને કહ્યું.

“એ માહિતી આપને કેવી રીતે મળી શકી વારુ ? પાટલિપુત્રમાં તો બધાનો એવો જ અભિપ્રાય થઈ ગયો છે કે, મેં જ રાજકુળનો ઘાત કરાવ્યો અને મ્લેચ્છાધિપતિને મગધનું રાજ્ય આપવામાટે મેં જ સર્વ વ્યવસ્થા કરીને તેને અહીં બેાલાવ્યો હતો; પરંતુ ચાણક્ય અને ચન્દ્રગુપ્તની સહાયતાથી મારું એ ભોપાળું બહાર પડી ગયું અને પર્વતેશ્વરને રાજ્યને બદલે કારાગૃહની પ્રાપ્તિ થઈ. તમને એથી વિરુદ્ધ અને મારા લાભમાં જાય એવા સમાચાર કોણે આપ્યા ?” રાક્ષસે પોતાની કર્મકથા સંભળાવી.

“અમાત્યરાજ ! આપને નિર્દોષ ઠરાવે, એવા સમાચાર આપનાર એક નહિ, પણ અનેક જનો છે. આપના હાથે કોઈ કાળે પણ આવું કુકૃત્ય થાય જ નહિ, એમ દૃઢતાથી માનનારા આજે પણ આ પાટલિપુત્રમાં અનેક