પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.


“ગુજરાતી” પ્રેસમાં વેચાતાં પુસ્તકો.

નીતિસુધાતરંગિણી-આ પુસ્તક હિંદુસ્તાની ગ્રંથનું ભાષાંતર છે. ઉત્તર હિંદુસ્તાનમાં એની સાત આવૃત્તિ થયેલી છે. નીતિના સંબંધમાં એમાં જુદી જુદી સરસ વાર્તાઓ આપેલી છે. બાળ, વૃદ્ધ, સ્ત્રી પુરૂષોના હાથમાં એ શૃંગારરૂપ થઈ પડે એવો અતિ ઉત્તમ ગ્રંથ છે. એમાંથી નીતિ સાથે ધર્મનનાં એવાં સૂક્ષ્મ તત્ત્વો જાણવામાં આવે છે કે, જેવાં બીજા ગ્રંથમાંથી ભાગ્યે જ મળી શકે.

વિક્રમની ર૦મી સદી–ચાલુ જમાનાની અદ્ભુત સાંસારિક વાર્તા- શેઠીયાઓના છોકરાએાની છટેલાઈ–બેંક સ્થાપનારાઓની સ્વાહનીતિ-મીલ એજંટોની દાંડાઈ-મુંબઈની સોનેરી ટોળીનાં પરાક્રમો-હાઈકોર્ટના અંધેર અને હાય હાય-નામચીન શેઠીયા- એની અક્કલના નમુના અને સંત પુરુષોનું માહાત્મ્ય. આ એક આ જમાનાની real ખરી બને તેવી નવલ કથા છે....

સરલ કાદમ્બરી- બાણભટ્ટની કાદમ્બરી, એવી સરળતાથી આમાં ઉતારી છે કે, વાચકને લાંબા લાંબા વાક્યોથી ગુંચવાવું પડતું નથી. ભાષા ઘણી સરળ છે. ... ... ... ... ...

અદ્ભુત વિક્રમાદિત્ય ભાગ ૧ લો - એમાં વિક્રમાદિત્યનું અદૂભૂત જીવન ચરિત્ર વર્ણવ્યું છે. પરદુ:ખભંજક રાજા વિક્રમે જે અનેક પરમાર્થનાં મહાન કાર્યો કર્યા છે, તે સર્વ વાર્તારૂપે દર્શાવ્યાં છે. સર્વ મળી અગીઆર વાર્તાઓ જુદા જુદા વિષય પર લખવામાં આવેલી છે. ... ... ... ... ...

વિક્રમોર્વશીય નાટક- મહાકવિ કાલિદાસકૃતનું ગુજરાતીમાં ભાષાંતર કરનાર રા. કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ. કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા હેતુથી આ ભાષાંતર તૈયાર કરવામાં આવ્યું છે. મૂળ નાટકપર વિસ્તારવાળી ટીકા આપવામાં આવીછે અને ભાષાંતર શબ્દે શબ્દનું છતાં સાધારણ વાંચનારને પણ પુરતો આનંદ આપે તેવું છે. મહાકવિ કાલિદાસનું જીવનવૃત્ત ગુજરાતી ભાષામાં ન છપાયલું એવું વિસ્તારવાળું ને છેલ્લામાં છેલ્લી શોધને અનુસરી આપવામાં આવ્યું છે.... ... ... ...૧-૧ર