પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બુદ્ધભિક્ષુ.
૪૫

ક્યાં છે, તે શોધી કાઢવાં જોઈએ. એ કાર્ય સાધ્ય થઈને રાજાનાં મર્મસ્થાનો જો હાથમાં આવ્યાં, તો પછી આઘાત કરીને ધનાનન્દને જર્જરિત કરવામાં કશી પણ કઠિનતા પડે તેમ નથી.” એવો વિચાર કરીને જ ચાણક્ય પાટલિપુત્રમાં આવ્યો હતો. “ હું પાટલિપુત્રમાં ગયો અને ખટપટમાં લાગ્યો, તો કોઈ મને ઓળખી તો નહિ કાઢે ?” એવી એકવાર તેના મનમાં શંકા આવી, પણ “ હું રાજસભામાં માત્ર એકજવાર ગયો હતો, અને તેને પણ લગભગ આજે ત્રણ વર્ષ થવા આવ્યાં. માટે મને કોઈ ઓળખે એવો સંભવતો નથી જ અને કદાચિત્ કોઈ ઓળખશે જ, તો તે સમયે જોઈ લઈશું. કાર્ય કરવાની ઇચ્છા ધરનારે દૂર દૂરદૃષ્ટિ પહોંચાડીને પોતાને જે કાંઈપણ કરવાનું હોય તે કરવું જ; પ્રારંભમાં જ અનેક વિધ સંકટોની કલ્પના કરીને સર્વ કાર્યો સંકટરૂપ છે, એવું ચિત્ર પોતાનાં નેત્રો સમક્ષ ઊભું કરવાથી કાર્ય કોઈ કાળે પણ સિદ્ધ થતું નથી. માટે બુદ્ધિમાન પુરુષે સાધારણ વિચાર કરીને કાર્યોનો આરંભ કરવો અને પછી જેમ જેમ સંકટો આવતાં જાય, તેમ તેમ તેમના નિવારણના ઉપાયોની યોજના કરવી.” એવા નિશ્ચયથી તે શંકાને મનમાંથી કાઢી નાખીને ચાણક્યે ઘણી જ ગંભીરતાથી પાટલિપુત્રમાં પ્રવેશ કર્યો.

પાટલિપુત્ર નગરમાં આવ્યા પછી હવે ઉતરવું કયાં? એનો તેને ઘણો જ વિચાર થઈ પડયો. કોઈ બ્રાહ્મણને ત્યાં જઈને ઊતરી શકાય તેમ હતું, પણ તેવા કોઈ બ્રાહ્મણથી તેને પરિચય નહોતો. માટે પ્રથમ જે સ્થાન મળે ત્યાં જવું, એવો વિચાર કરીને તે શોણ નદીના તીર૫રથી ચાલ્યો જતો હતો, એટલામાં સામેથી આવતા એક બુદ્ધભિક્ષુએ તેને જોયો. તેની મુખમુદ્રાપરથી તે ભિક્ષુક તત્કાળ પામી ગયો કે, “આ બ્રાહ્મણ કોઈ નવોસવો આવેલો પુરુષ છે અને તે ક્યાં ઉતરવું એના વિચારમાં હોય એમ જણાય છે.” એ સમયમાં બુદ્ધભિક્ષુકોનો મગધદેશમાં થોડો થોડો પ્રસાર થવા લાગ્યો હતો અને બ્રાહ્મણ તથા ક્ષત્રિયોને પોતાના ધર્મમાં લાવવાનો તેમનો પ્રયત્ન ચાલુ હતો. પરંતુ તેમના એ પ્રયત્નને અદ્યાપિ વિશેષ ઉગ્ર અને ભયંકર સ્વરૂપની પ્રાપ્તિ થએલી નહોતી - બુદ્ધધર્મ તે એક મોટું અરિષ્ટ છે, એવી હજી લોકોની ભાવના થએલી નહોતી. માત્ર કટ્ટા બ્રાહ્મણધર્મને માનનાર લોકો જ તેમનો તિરસ્કાર કરતા હતા. અર્થાત્ બુદ્ધભિક્ષુને જોતાં જ ચાણક્યની મુખચર્યા પ્રચંડ બની ગઈ; અને બુદ્ધભિક્ષુક હાસ્યયુક્ત મુદ્રા કરીને “नमो अरिहंताणम्” એમ કહીને તેની સમક્ષ આવી ઊભો. રહ્યો. એથી તો ચાણક્યની મુખમુદ્રા અધિક તિરસ્કારયુક્ત બની, એ જોઈને બુદ્ધભિક્ષુને વધારે હસવું આવ્યું અને તેથી તે તેને કહેવા લાગ્યો કે, હે