પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

મુરાદેવી, એક વેળાએ રાજાની ઘણી જ પ્રીતિપાત્ર રાણી હતી, એના વિના રાજાને ક્ષણ માત્ર પણ ચેન પડતું નહોતું. એથી રાજાની બીજી રાણીઓના મનમાં એનાવિશે દ્વેષ ઉત્પન્ન થતાં તેમણે એના નાશના પ્રયત્નો કરવા માંડ્યા. સેનાપતિ ભાગુરાયણે કિરાત રાજાનો પરાજય કરીને તેની કન્યાને હરી મહારાજને અર્પણ કરી. એનું અલૌકિક સૌન્દર્ય જોઈને મહારાજાએ એનાથી વિવાહ સંબંધ કર્યો અને એ ગર્ભવતી થઈ એ સમય સુધી મહારાજાની એક પણ પત્નીને પુત્ર થયો ન હોતો. એ કારણથી મુરાદેવી વિશેના તેમના દ્વેષે વધારે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને એની વિરુદ્ધ તેમના કારસ્થાનો શરુ થયાં. અંતે તેમણે રાજાના મનમાં એમ ઠસાવી દીધું કે, એ કિરાત રાજાની રાણીના પેટે જન્મેલી પુત્રી નથી, કિન્તુ કિરાત રાજાની દાસીની પુત્રી છે અને એનું વર્તન પણ જોઈએ તેટલું શુદ્ધ નથી. એ ખોટી શંકાને તાબે થતાં રાજાએ એવી આજ્ઞા આપી દીધી કે, મુરાદેવીને કારાગૃહમાં રાખવામાં આવે અને તેને જે બાળક અથવા બાળિકા અવતરે તે અર્ભકને તત્કાળ મારી નાંખવામાં આવે. થઈ ચૂકયું – રાજાની આજ્ઞાથી વિરુદ્ધ કોણ થઈ શકે ? તત્કાળ તે આજ્ઞા પ્રમાણે સર્વ વ્યવસ્થા કરવામાં આવી. મુરાદેવીને કારાગૃહમાં રાખી અને તે પ્રસૂતા થતાં જ તેના ઉદરમાંથી જે પુત્રનો જન્મ થયો, તે પુત્રના ઘાતની આજ્ઞા આપવામાં આવી. એ અર્ભક અત્યંત સુંદર અને તેજસ્વી હતું, તેથી જે પરિચારકને શિરે એને મારવાનું કાર્ય આવી પડ્યું હતું તેને અમાત્યોએ અને બીજી રાણીએાએ નાણાંની એક સારી રકમ આપીને તે બાળકનો નાશ કરાવી નાખ્યો. એ ઘટનાને આજે ઘણાં વર્ષો વીતી ગયાં છે. રાજાની બીજી એક રાણીના ત્યાર પછી જન્મેલા સુમાલ્ય નામક પુત્રને – તે સર્વથી મેાટો હોવાથી થોડા જ દિવસ પહેલાં યૌવરાજ્યાભિષેક થયો. એ ઉત્સવ પ્રસંગે નિયમ પ્રમાણે જે કેટલાક બંદીવાનોને છોડવામાં આવ્યા હતા, તેમાંની મુરાદેવી પણ એક હતી. કારાગૃહમાંથી મુક્ત કરીને અંત:પુરમાંની બીજી સ્ત્રીઓ પ્રમાણે એને પણ રાજમહાલયમાં રહેવાની સર્વ વ્યવસ્થા કરી આપવામાં આવી. પરંતુ એથી મુરાદેવીના હૃદયમાં આનંદ થવાને બદલે દૈવની પ્રબળતાથી તેની શી દશા થએલી છે, એ તો વૃન્દમાલાએ હમણાં જ કહી સંભળાવેલું હોવાથી વધારે કહેવાની કાંઈપણ આવશ્યકતા નથી. એ મુરાદેવીને જો ભગવાન તથાગતના ઉપદેશામૃતનું પાન કરાવવાનો પ્રસંગ મને મળશે, તો હું એને આ સંસારમાંથી મુક્ત કરીને નિર્વાણ પ્રાપ્તિનો માર્ગ દેખાડીશ, એટલે તે આ રાજકુળના લોકોની સંગતિનો