પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૦
આ તે શી માથાફોડ
 

લાગ્યાં. બન્ને રીંગણા તોળી જોયાં તો ચંપાનાં એક શેર ને હીરાનાં સવાશેર ને નવટાંક ! હીરાની મા કહે: “એ તો હીરાને શાક લેતા સારું આવડે છે.” હીરા કહે: “તો આવડે ના ? કાછિયાનું ધ્યાન ન હતું એટલામાં મેં એક રીંગણું ઉપાડી લીધું “ ચંપા કહે: “એવું મફતનું રીંગણું શું કામ લઈએ ?” ચંપાની બા કહે: “આ મારી ચંપા, છે જરા યે હોશિયાર ?”

ચંપા હોશિયાર છે ખરી ?

×××

શેરીમાં છોકરાં રમતાં હશે રમતાં રમતાં લડી પડ્યાં ને બે છોકરાં વડચડે આવ્યાં; ચંપા પાસે ઊભી હતી. એને થયું કે લાવને છોડાવું, નહિતર માથાં ભાંગશે. ત્યાં એક છોકરાએ એને બચકું ભર્યુ. ચંપાને લોહી નિકળ્યું. તે ઘેર આવી પાટો બાંધતી હતી; બાપુ કહે: “એ હરામીને પથરો મારવો'તો ના પથરો ! ફરી વાર બચકું ભરવું ભૂલી જાત ! “બા કહે: “પણ ઇ ચંપા છે જ એવી નમાલી !”

×××

ચંપા અને એની બેનપણીઓ દર્શન કરવા ગઈ હતી. મંદીરમાં એક છોકરી રડતી હતી. એની બા દર્શન કરીને ઘેર ગયેલી ને પાછળ છોકરી રહી ગયેલી. ચંપા કહે: “ચાલોને આપણે એને ઘેર મૂકી આવીએ. “બીજી કહે: “ના, બાપુ, અમારાં માબાપ વઢે. “ચંપા મૂકવા ગઈ, છોકરીઓ ઘેર ગઈને ચંપાની બાને વાત કરી. અમથી ની