પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તમને શું લાગેછે?
૧૩૧
 

“એ... પણે બાપુ આવે”

“જા જા, ઝટ ચોપડી લઈને બેસી જા. નહિતર બાર વાગ્યા સમજજે !”

“એલા આ તારા જોડા રસ્તામાંથી ઉપાડી લે; બાપુ ભાળશે તો લગાવશે.”

“કોણ, બાપુ આવે છે કે ? ચાલ મને ઝટઝટ હાથ ધોઈ લેવા દે. કહેશે કે ગારાવાળા કેમ કર્યા ?”

“એ રૂખી, સરખું ઓઢ; જો બાપુ દેખાય. કાલે કાન ખેંચ્યો હતો તે ભૂલી ગઈ ?”

“એલા મૂકી દે ઈ બાપુની ચોપડી. બાપુએ નો'તું કીધું કે જો કોઈ અડ્યા છો તો....!

: ૯૨ :
તમને શું લાગે છે ?


શિવજીભાઈ બહુ કડક હતા. ઘરમાં ચાર છોકરાં: રતુ, અમૃત, ધીરી ને છબલ. ચારે છોકરાં એમનું નામ સાંભળીને ધ્રૂજે. શિવજીભાઈને ઘેર આવવાનો વખત થાય ત્યાં તો સૌ પાઠ કરવા બેસી જાય. કોઈ ચૂં કે ચાં ન કરે. શિવજીભાઈ ઘરમાં રહે ત્યાં સુધી સૌ ડાહ્યુંડમરું. જ્યાં શિવજીભાઈ બહાર ગયા કે કૂદાકૂદ, ધક્કંધક્કા, ગમ્મતરમત, નગંનાચા. ચોપડી તો હાથમાં યે કોણ લે ?

શિવજીભાઈ મનમાં એમ સમજતા હશે કે છોકરાં કેવાં ડાહ્યાં અને કામઢાં છે ?