પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૨
આ તે શી માથાફોડ
 

એવી વાતો ન કરતા હો તો ? આમારા ચમનનો ઘાંટો બેસી ગયો.”

બાપા : “ ચમન આતો આપણું ઘર છે; એ તો તને સ્વપ્નું આવ્યું હતું.”

નાનીબેન : “હટ્ ચમના, સ્વપ્નાના વાઘથી તે બિવાતું હશે ? “

ચમન : “અરે એ તો સાચો વાઘ પાંજરામાંથી છૂટ્યો'તો.”

બા : “લે રાખ્ય ગાંડા ! ત્યાં વાઘ કયાંથી છૂટતો'તો.”

સૌ વિચરમાં પડયા. ચમન બાને વળગી પડ્યો; બાપા વિચારમાં પડ્યા કે એવી વાર્તા ન કહેવી ?