પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
આ તે શી માથાફોડ
 


: ૨૫ :
ઘડિયાળ ઉઘાડી દ્યોને ?

“બાપા, આ ઘડિયાળ ઉઘાડી આપોને ?”

“પણ તારા હાથમાં ઘડિયાળ નહિ આપું હો; વખતે પડે તો તૂટી જાય.”

“ભલે, તમારા હાથમાં રાખજો. મને એનાં ચક્કર દેખાડજો, હો કે.”

પણ ટીકુ જેમ આંગળી નહિ અડાડાય હો. આંગળી વડે તો ચક્કર બગડે.”

“હો, ભાઈ હો. આંગળી નહિ અડાડીએ. હું કાંઈ ટીકુ જેવડો છું ?”

“પણ થોડીક વાર જ દેખાડીશ. વધારે વાર ઉઘાડી રહે તો તેમાં કચરો પડે.”

“કબૂલ. મારે જરીક જ વાર જોવું છે.”

“ઠીક, જરાક ઉભો રહે; આ કાગળ લખી લઉં. તું છરી લઇ આવ.”

“લ્યો આ છરી લઇ આવ્યો. હવે ઉઘાડો.”

“જો જરા આઘો ઊભો રહેઃ બરાબર અજવાળું આવવા દે.”

“લ્યો આ આઘો ઊભો રહ્યો.”

“લ્યો જૂઓ. જોયાં આ ચક્કર ? કેવાં કટકટ ચાલે છે ? જો ઓલ્યું નાનું ચક્કર કેવું ઝટ ઝટ ચાલે છે ? જો તો,