પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
આ તે શી માથાફોડ
 

હું કહું છું: “ચોપડી અમે નહિ ફાડીએ.” તો ય બાપા ના પાડે છે.

બાપા કહે છે કે “કલમ તને નહિ આપું; તૂટી જાય.” હું કહું છું: “સાચવીને લીંટી કાઢીશ.” તો યે બાપા ના પાડે છે.

બાપા કહે છે: “લાકડી તને ન અપાય.” હું કહું છું: “તમારી જેમ જ લાકડીને રાખીશ.” તો યે બાપા ના પાડે છે.

બાપા કહે છે: “અહીંથી તમે ભાગી જાઓ; ગડબડ કરો છો.”

હું કહું છું: “ગડબડ નહિ કરીએ.” તો યે બાપા કાઢી મૂકે છે. બાપા સાથે નહિ બોલું.

: ૫૧ :
ધારે છે કે—

બા ધારે છે કે હું સાવ અણસમજુ છું. ખોટી વાત છે. બાને તાવ નહોતો આવ્યો ને કાકીને કહ્યું: “હું ફરવા નહિ આવું. મને તાવ આવ્યો છે.”

બાપા ધારે છે કે હું સાવ છોકરું છું; એ પણ ખોટી વાત છે. મળવા આવ્યો હતો એને કહે: “કાલે તો હું બહાર ગામ હતો. સારું થયું કે તમે ન આવ્યા !” બાપા તો દિવસ બધો ઘરમાં જ હતા.

બા ધારે છે કે હું સાવ ભોળો છું. એ વાત ખોટી છે. હું બહાર ગયો ત્યારે મારા ભાગમાંથી લઈને