પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નહિ બોલું
૭૧
 

બા કહે: “પણ હું ના પાડું છું ના ! અત્યારમાં કોઇને ત્યાં નથી જવું.”

: ૫૦ :
નહિ બોલું

૧.

બા સાથે નહિ બોલું.

બા કહે છે: “પૂરી વણવા નહિ દઉં; વાંકીચૂકી થાય છે.” તે જરાક તો વાંકીચૂકી થાય જ ના ? હું તો હજી નાનો છું.

બા કહે છે: “પાણી ભરવા નહિ દઉં; પાણી ઢોળાય છે.” તે જરાક પાણી તો ઢોળાય જ ના ? હું તો હજી નાનો છું.

બા કહે છે: “શાક સુધારવા નહિ દઉં. છરી લાગી જાય છે.” તે કો'કવાર તો લાગીયે જાય. હું તો હજી નાનો છું ના ?

બા કહે છે: “સાબુ લગાડવા નહિ દઉં; તને હજી ન આવડે.” તે ધોયા વિના શી રીતે આવડે ? હું તો હજી નાનો છું.

બા સાથે નહિ બોલું.

૨.

બાપા સાથે નહિ બોલું.

બાપા કહે છે: “ચોપડી તને નહિ આપું. ફાટી જાય.”