પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્ર વે શ ક

"Contemporaries judge superficially: posterity by the depths."

(તરજુમો) કવિતા કલા આદિ વિષે સમકાલીનોનાં મત ઉપલકિયાં: પછી આવતા વારસો જ ઉંડાણો તાગીને મત બાંધે,

         *     *      *     *     *

"The judgement of Literature is the final aftergrowth of much endevour"

                                                             --Longinus.

(તરજુમો) સાહિત્યમાં શિષ્ટ અભિપ્રાયો પુષ્ટળ ઊહાપોહમાંથી જ પરિણમે.

છ સાત પેઢી.

૧ "બાપાની પીંપર" લખાઇ ત્યારથી માંડીને આજ લગીના છયાશી વર્ષના ગાળામાં ગુજરાતે એકે મહાકવિ પાક્યો નથી.* ગુજરાતી પ્રજાએ આ સમય દરમિયાન કરેલાં ઉચ્ચારણોના વાહન લેખે મુખ્ય સ્થાન કવિતાનું નહીં ગદ્યનું છે. આ અભિપ્રાયનું પૂરતું વિવેચન


  • આ જ ગાળામાં મહાપુરૂષ તો પાંચ છ પાકયા છે: નર્મદ, દયાનન્દ સરસ્વતી, જમશેદજી ટાટા, અને મોહનભાઈ ગાંધી વિષે તો મતભેદ સંભવતો નથી. એટલે મહાકવિ કહી શકાય તેવી વ્યક્તિઓ મહપુરુષો ગણાય એવી વ્યક્તિઓ કરતાં ઓછી જ પાકે છે. એક દેશ અને એક સમયને બદલે દુનિયાના બદલે દુનિયાના આખા ઇતિહાસપચ ઉપર -- સાઇક્લોપીડિયા જેવા સર્વસંગ્રહોમાંના જીવન ચરિત્રો ઉપર દૃષ્ટિ ફેરવશો, ત્યાં જ મહાપુરુષોને મુકાબલે મહાકવિઓ કેટલા તો ઓછા પાકે છે તેની ખાતરી થઈ જશે. અને હોવું જ જોઈએ પણ એમ જ ને? મહાકવિ એટલે કવિતાક્ષેત્રમાંના મહાપુરુષોનુી સંખ્યા ધર્મ, રાજકારીણ, વેપાર ઉધોગ, હુન્નર, કક્ષઓ, વિજ્ઞાન શોધખોળ, ફિલસુફી, આદિ અનેકાનેક ક્ષેત્રોમાંના મહાપુરુષોની એકઠી સંખ્યા કરતાં ઓછી, ઘણી ઓછી, હોય જ.