પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ભજ ગોવિંદમ્

ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ
ગોવિન્દમ ભજ મૂઢમતે |
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે
ન હિ ન હિ રક્ષતિ ડુકૃઝરણે || ૧ ||

અર્થ : ઓ મૂર્ખ માનવ ! ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, ગોવિન્દને જ ભજ. નિર્ધારિત કાળ (મૃત્યુ) આવશે ત્યારે વ્યાકરણના નિયમો તારી રક્ષા નહિ કરી શકે.

મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં
કરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્ |
યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ || ભજ ગોવિન્દમ… || ૨ ||

અર્થ : હે મૂઢ ! ધનસંચયની લાલસા છોડ, સદબુદ્ધિ ધારણ કર, મનમાંથી તૃષ્ણા ત્યાગી દે, તારાં કર્મ અનુસાર જે કાંઈ પ્રાપ્ત થાય તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ…

નારીસ્તનભરનાભીદેશં
દષ્ટવા મા ગા મોહાવેશમ્ |
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિન્તય વારં વારમ્ || ભજ ગોવિન્દમ્ || 3 ||

અર્થ : નારીના વિકસેલા સ્તન, અને નાભિપ્રદેશ જોઈ મોહના આવેશમાં ન પડ. એ તો માંસ અને ચરબીનો વિકાર માત્ર છે એમ મનમાં વારંવાર વિચાર કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

નલિનીદલગતજલમતિતરલં