પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તદ્વજ્જીવિતમતિશયચપલમ્ |
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં
લોકં શોકહતં ચ સમસ્તમ્ || ભજ ગોવિન્દમ્ || ૪ ||

અર્થ : કમળના પાંદડા પર રમતું જળબિંદુ જેમ ખૂબ ચંચળ છે, તેમ આ જીવન પણ અતિ અસ્થિર છે. રોગ અને અભિમાનથી ગ્રસ્ત આ સકળ સંસાર જ શોક અને દુ:ખથી ભરપૂર છે તે બરાબર સમજી લે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

યાવદ્વિત્તોપાર્જનસક્ત
સ્તાવન્નિજપરિવારો રક્ત: |
પશ્ચાજ્જીવતિ જર્જરદેહે
વાર્તા કોઅપિ ન પૃચ્છતિ ગેહે || ભજ ગોવિન્દમ્ || ૫ ||

અર્થ : જ્યાં સુધી મનુષ્યમાં ધન કમાવાની શક્તિ છે ત્યાં સુધી જ તેનો પરિવાર તેનામાં આસક્ત રહેશે. જ્યારે તેનો દેહ જર્જરિત થશે ત્યારે ઘરમાં તેની સાથે કોઈ વાત કરવાની પણ પરવા નહિ કરે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

યાવત્પવનો નિવસતિ દેહે
તાવત્પૃચ્છતિ કુશલં ગેહે |
ગતવતિ વાયૌ દેહાપાયે
ભાર્યા બિભ્યતિ તસ્મિંકાયે || ભજ ગોવિન્દમ્ || ૬ ||

અર્થ : જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જ ઘરમાં સૌ તમારા કુશળ સમાચાર પૂછે છે. દેહને છોડી પ્રાણ ચાલ્યા જાય છે અને શરીર વિકૃત થાય છે ત્યારે તમારી પત્ની પણ તે દેહથી ડરે છે ! ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

બાલાસ્તાવત્ક્રીડાસક્ત
સ્તરુણસ્તાવતરુણીસક્ત: |
વૃદ્ધસ્તાવચ્ચિન્તાસક્ત:
પરમે બ્રહ્મણિ કોડપિ ન સક્ત: || ભજ ગોવિન્દમ્ || ૭ ||