પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અર્થ : બાળપણમાં માણસ રમતમાં આસકત રહે છે, યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં આસક્ત હોય છે, વૃદ્ધાવસ્થામાં તે ચિંતામગ્ન રહે છે. છતાં અરેરે ! કોઈ પણ પરબ્રહ્મમાં આસક્ત થતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

કા તે કાન્તા કસ્તે પુત્ર:
સંસારેડયમતીવ વિચિત્ર: |
કસ્ય ત્વં ક: કુત આયાત
સ્તત્વં ચિન્તય તદિક ભ્રાત: || ભજ ગોવિન્દમ્ || ૮ ||

અર્થ : કોણ તારી પત્ની છે ? કોણ તારો પુત્ર છે ? આ સંસાર ખરેખર, વિચિત્ર છે. અહીં તું કોનો છે ? તું ક્યાંથી આવ્યો છે ? ઓ ભાઈ ! તત્વનો જ (સત્યનો) અહીં વિચાર કર. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

સત્સંગત્વે નિસસ્સંગત્વં
નિસસ્સંગત્વે નિર્મોહત્વમ્ |
નિર્મોહત્વે નિશ્ચલત્વં
નિશ્ચલત્વે જીવનમુક્તિ: || ભજ ગોવિન્દમ્ || ૯ ||

અર્થ : સત્સંગ દ્વારા અનાસક્તિ જન્મે છે; અનાસક્તિને કારણે ભ્રમણાનો નાશ થાય છે. મોહનો નાશ થતાં નિશ્ચળ આત્મતત્વનું જ્ઞાન થાય છે. અને આ જ્ઞાન દ્વારા જીવનમુક્તિ પ્રાપ્ત થાય છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

વયસિ ગતે ક: કામવિકાર:
શુષ્કે નીરે ક: કાસાર: |
ક્ષીણે વિત્તે ક: પરિવારો
જ્ઞાતે તત્વે ક: સંસાર || ભજ ગોવિન્દમ્ || ૧૦ ||

અર્થ : યુવાની ચાલી જતાં કામવિકાર-લાલસાનો આવેગ ક્યાંથી રહે ? પાણી સુકાઈ જતાં સરોવર ક્યાંથી રહે ? પૈસો ઓછો થતાં પરિવાર શા માટે વળગી રહે ? આત્મતત્વનું જ્ઞાન થતાં સંસાર શી રીતે રહી શકે ? ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….