પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિનયામિન્યૌ સાયં પ્રાત:
શિશિરવસન્તો પુનરાયાત: |
કાલ: ક્રીડતિ ગચ્છત્યાયુ
સ્તદપિ ન મુઝ્ચત્યાશાવાયુ: || ભજ ગોવિન્દમ્ || ૧૧ ||

અર્થ : દિવસ અને રાત, મળસ્કું અને સાયંકાળ, શિશિર અને વસંત ફરી ફરીને આવે છે અને જાય છે. કાળ ક્રીડા કરે છે અને આયુષ્ય ઓસરતું જાય છે અને છતાં કોઈ આશાના વાયરાઓ છોડતું નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

કા તે કાન્તા ધનગતચિન્તા
વાતુલ કિં તવ નાસ્તિ નિયન્તા |
ત્રિજગતિ સજ્જનસંગતિરેકા
ભવતિ ભવાર્ણવતરણે નૌકા || ભજ ગોવિન્દમ્ || ૧૨ ||

અર્થ : ઓ વ્યાકુળ માણસ ! પત્ની, પૈસા વગેરેની ચિંતા તું શા માટે કરે છે ? તારો કોઈ નિયંતા નથી શું ? ત્રણે લોકમાં માત્ર સત્સંગ જ ભવસાગર તરવા અર્થે નૌકાની ગરજ સારે છે.

જટિલો મુણ્ડી લુચ્છિતકેશ:
કાષાયામ્બરબહુકૃતવેશ: |
પશ્યન્નપિ ચ ન પશ્યતિ મૂઢો
હૃયુદરનિમિત્તં બહુકૃતવેષ: || ભજ ગોવિન્દમ્ || ૧૩ ||

અર્થ : કોઈ જટાધારી, કોઈ માથું મૂંડાવેલો, કોઈ ચૂંટી ચૂંટીને વાળ કાઢી નાખેલા માથાવાળો, કોઈ ભગવાંધારી – આ બધા (સાધુ-સ્વાંગ ધારીઓ) મૂઢ છે. તેઓ માત્ર પેટ ભરવા ખાતર જુદા જુદા વેશ ધારણ કરે છે. ખરેખર તેઓ (સત્યને) જોતા હોવા છતાં જોતા નથી.

અંગં ગલિતં પલિતં મુણ્ડં
દશનવિહીન જાતં તુણ્ડં |
વૃદ્ધો યાતિ ગૃહિત્વા દણ્ડં