પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તદપિ ન મુઝ્હ્યત્યાશાપિન્ડમ || ભજ ગોવિન્દમ્ || ૧૪ ||

અર્થ : જેનું શરીર ગળી ગયું છે, માથે પળિયાં આવ્યાં છે, મોઢું દાંત વિનાનું બોખું થયું છે તેવો વૃદ્ધ લાકડીને સહારે હરેફરે છે છતાં પોતાની આશાઓનો ભારો છોડતો નથી. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ….

અગ્ને વહિ પૃષ્ઠે ભાનુ:
રાત્રૌ ચુબુક્સમર્પિતજાનુ: |
કરતલભિક્ષસ્તરુતલવાસ
સ્તદ્પિ ન મુશ્ચત્યાપાશ : || ભજ ગોવિન્દમ્ || ૧૫ ||

અર્થ : (રાત્રે) આગળ અગ્નિ છે, (દિવસે) પાછળ સૂર્ય છે, (મોડી રાત્રે) ટૂંટિયું વાળે છે; હથેળીમાં ભિક્ષા ગ્રહણ કરે છે. વૃક્ષ હેઠળ વાસ છે (અને) છતાં પણ આશાઓનું બંધન છોડતો નથી. ગોવિન્દને ભજ…. ગોવિન્દને ભજ….

કુરુતે ગંગાસાગરગમનં
વ્રતપરિપાલનમથવા દાનમ્ |
જ્ઞાનવિહીન: સર્વમતેન
ભજતિ ન મુક્તિ જન્મશતેન || ભજ ગોવિન્દમ્ || ૧૬ ||

અર્થ : કોઈ (જ્યાં ગંગા સાગરને મળે છે ત્યાં) ગંગાસાગર નામના તીર્થની યાત્રાએ જાય, અથવા વ્રતો કરે કે દાન કરે પરંતુ જો તે જ્ઞાન વગરનો હોય, તેને પોતાને સત્યનો સાક્ષાત્કાર થયો ન હોય તો તેને સો જન્મમાં પણ મુક્તિ મળતી નથી એવો બધા આચાર્યોનો અભિપ્રાય છે. ગોવિન્દને ભજ… ગોવિન્દને ભજ…

સુરમન્દિરતરુમૂલનિવાસ:
શય્યાભૂતલમજિનં વાસ: |
સર્વં પરિગ્રહભોગત્યાગ:
કસ્ય સુખં ન કરોતિ વિરાગ : || ભજ ગોવિન્દમ્ || ૧૭ ||