પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આનંદ આપનારા, ત્રિપુરના શત્રુ સચ્ચિદાનંદઘન, મોહને હરનારા, મનને મથી નાખનારા કામદેવના શત્રુ. હે પ્રભો ! પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ || 6 ||


ન યાવદ્ ઉમાનાથ પાદારવિન્દં | ભજંતીહ લોકે પરે વા નરાણાં ||

ન તાવત્સુખં શાન્તિ સન્તાપનાશં | પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસં || 7 ||


અર્થ : હે ઉમાનાથ ! જ્યાં સુધી આપના ચરણકમળોને મનુષ્ય નથી ભજતાં, ત્યાં સુધી તેમને ન તો આ લોકમાં અને ન તો પરલોકમાં સુખ-શાંતિ મળે છે અને ન તો તેમના તાપોનો નાશ થાય છે. માટે હે સમસ્ત જીવોની અંદર (હૃદયમાં) નિવાસ કરનાર પ્રભો ! પ્રસન્ન થાઓ. || 7 ||


ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં | નતોડહં સદા સર્વદા શંભુ તુભ્યં ||

જરા જન્મ દુ:ખૌઘ તાતપ્યમાનં | પ્રભો પાહિ આપન્નમામીશ શંભો || 8 ||


અર્થ : હું ન તો યોગ જાણું છું, ન જપ અને ન પૂજા જ. હે સર્વસ્વ આપનાર શંભો ! હું તો આપને સદાય નમસ્કાર કરું છું. હે પ્રભો ! વૃદ્ધાવસ્થા તથા જન્મ[મૃત્યુ]ના દુ:ખસમૂહોમાં બળી રહેલા મારા જેવા દુ:ખી-શરણાગતોની દુ:ખોથી રક્ષા કરો. હે ઈશ્વર ! હે શંભો ! હું આપને નમસ્કાર કરું છું. || 8 ||


શ્લોક :

રુદ્રષ્ટકમિદં પ્રોકતં વિપ્રેણ હરતોષયે |

યે પઠન્તિ નરા ભકત્યા તેષાં શમ્ભુ: પ્રસીદતિ || 9 ||


અર્થ : ભગવાન રૂદ્રની સ્તુતિનું આ અષ્ટક શંકરજીની તુષ્ટિ (પ્રસન્નતા) માટે એ બ્રાહ્મણ દ્વારા કહેવાયું. જે મનુષ્ય આનું ભક્તિપૂર્વક પઠન કરે છે, તેની ઉપર ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. || 9 ||