પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કદા નિલિંપનિર્ઝરીનિકુંજકોટરે વસન્
વિમુક્તદુર્મતિઃ સદા શિરઃસ્થમંજલિં વહન્ ।
વિમુક્તલોલલોચનો લલામભાલલગ્નકઃ
શિવેતિ મંત્રમુચ્ચરન્ કદા સુખી ભવામ્યહમ્ ॥૧૩॥

નિલિંપનાથનાગરીકદંબમોલમલ્લિક:
નિગુંફનિર્ભરક્ષરંમધૂષ્ણિકામનોહરઃ ।
તનોતુ નો મનોમુદં વિનોદિનીમહર્નિશં
પરિશ્રયં પરં પદં તદંગજત્વિષાં ચયઃ ॥૧૪॥

ઇમં હિ નિત્યમેવમુક્તમુત્તમોત્તમં સ્તવં
પઠંસ્મરંબ્રુવન્નરો વિશુદ્ધિમેતિ સંતતં ।
હરે ગુરૌ સુભક્તિમાશુ યાતિ નાન્યથા ગતિં
વિમોહનં હિ દેહિનાં સુશંકરસ્ય ચિંતનં ॥૧૫॥

પૂજાવસાનસમયે દશવક્ત્રગીતં
યઃ શંભુપૂજનપરં પઠતિ પ્રદોષે ।
તસ્ય સ્થિરાં રથગજેંદ્રતુરંગયુક્તાં
લક્ષ્મીં સદૈવ સુમુખીં પ્રદદાતિ શંભુઃ ॥૧૬॥
ઇતિ શ્રી રાવણ વિરચિત શિવતાંડવ સ્તોત્રમ્ ॥


==અર્થ==
સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત કરે છે, જેમના ગળામાં લાંબા લાંબા સાપોની માળાઓ લટકી રહી છે, તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ નૃત્ય કરે છે, તે શિવજી અમારૂ કલ્યાકણ કરે. (૧)