પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિંદા પાપી પુરુષોને લાગે છે, પરંતુ આપના સર્વજ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે.

કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:
કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || 5 ||

અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.


અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |