પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો
વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || 6 ||

અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.

ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ
પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ |
રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં
નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર || 7 ||

અર્થ : ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે