પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.

મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:
કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ |
સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં
નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ || 8 ||

અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.

ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં
પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ
સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || 9 ||